________________ ચતુર્થ પ્રસ્તાવ. પારીને તે મુનિ રત્નસંચયા નગરીમાં આવી સૂરનિપાત નામના ઉદ્યાનમાં પ્રતિમાને રહ્યા. ત્યાં શુક્લધ્યાનને ધારણ કરનારા તેમને ચાર ઘાતિકર્મને ક્ષય થવાથી વિશ્વના દીપક સમાન કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે દેવ, વિદ્યાધર અને અસુરોએ આવી તેમને કેવળજ્ઞાનને મહોત્સવ કર્યો. વાયુધ ચકીએ અને બીજા મનુષ્યએ પણ તેમની મોટી ભક્તિ કરી. " એકદા ક્ષેમંકર જિનેશ્વર વિહારના ક્રમથી તે નગરીએ આવી ઈશાન દિશિમાં સમવસર્યા. તે વખતે સેવક જનેએ ચક્રોને તેના આગમનની વધામણી આપી. તેઓને પારિતોષિક દાન આપી વજાયુધ ચકી મેટા ઉત્સવપૂર્વક પરિવાર સહિત જિતેંદ્રને નમવા ગયા. ત્યાં જઈ ત્રણ પ્રદક્ષિણાપૂર્વક સ્વામીને વંદના કરી ધર્મદેશના સાંભળવા ઉચિત સ્થાને બેઠા. દેશનાને અંતે અવસર પામી ચક્રીના પુત્ર સહસાયુધે જિનેશ્વરને નમી બે હાથ જોડી પૂછયું કે -" ભગવન્! પવનવેગ વિગેરેના પૂર્વ ભવનું સ્વરૂપ મારા પિતાએ શી રીતે જાણ્યું? મને તે બાબતમાં મોટું કૌતુક છે. તેથી કૃપા કરીને તેનું કારણ કહો.” ત્યારે ભગવાન બોલ્યા કે –“તમારા પિતા વજાયુધે તેઓનું સ્વરૂપ અવધિજ્ઞાનવડે જાણ્યું હતું. " ફરી સહસાયુધ કુમારે પૂછયું કે-“હે પ્રભુ ! જ્ઞાન કેટલા પ્રકારનું છે?” ભગવાન બોલ્યા- “જ્ઞાન પાંચ પ્રકારનું છે—મતિજ્ઞાન 1, શ્રુતજ્ઞાન 2, અવધિજ્ઞાન 3, મન:પર્યવજ્ઞાન 4 અને કેવળજ્ઞાન 5, તેમાં મતિજ્ઞાનના ભેદ આ પ્રમાણે છે.– બુદ્ધિ, સ્મૃતિ, પ્રજ્ઞા અને મતિ એ સર્વે એકજ અર્થવાળા પર્યાય શબ્દો છે, તે પણ બદ્ધિમાન પુરૂ જોએ તેમાં તફાવત કહે છે. એટલે કે ભવિષ્યકાળના વિષયને જાણનારી મતિ કહેલી છે, વર્તમાન જ્ઞાનને બુદ્ધિ કહી છે, ભૂતકાળના જ્ઞાનને સ્મૃતિ કહેલી છે અને ત્રણે કાળના વિષયવાળી પ્રજ્ઞા કહેલી છે. પ્રાણીને મત્યાવરણ કર્મને ક્ષય થાય ત્યારે મતિ ઉત્પન્ન થાય છે, તેના ચાર પ્રકાર છે–ત્પાતિકી 1, વનયિકી, 2 કામણકી 3 અને પરિણામિકી 4. આ ચારજ ભેદ બુદ્ધિના છે, પાંચમે ભેદ નથી. તેમાં જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust