________________ રરર શ્રી તનાથ ચરિત્ર. सुखदुःखानां न कोऽपि, कर्ता हर्ता कस्यचित् पुंसः / इति चिन्तय सबुध्या, पुराकृतं भुज्यते कर्म // 3 // “કોઈપણ પ્રાણીને સુખદુ:ખનું કરનાર કે તેનું હરણ કરનાર કેઈપણ છે જ નહીં. સુખમાં કે દુ:ખમાં માત્ર પૂર્વે કરેલું કમજ ભેગવાય છે, એમ તું સદ્દબુદ્ધિથી વિચાર.” વળી– ब्रह्मा येन कुलालवनियमितो ब्रह्माण्डभाएडोदरे, विष्णुयेन दशावतारगहने क्षिप्तः महासंकटे / रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः, " सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे // 4 // જેણે બ્રહ્માને બ્રહ્માંડરૂપી ભાંડ (વાસણ) ના ઉદરમાં નિયમિત કર્યો છે, જેણે વિષ્ણુને નિરંતર દશ અવતાર રૂપી ગહન સંકટમાં નાંખ્યા છે, જેણે મહાદેવને હાથમાં કમળ રાખી ભિક્ષાટન કરાવ્યું છે, અને જેનાથી સૂર્ય નિરંતર આકાશમાં પરિભ્રમણ કરે છે તે કર્મને નમસ્કાર છે.” આ પ્રમાણે વિચાર કરીને આપણને પડેલા દુ:ખ માટે મનમાં ચિંતા કરવી નહીં.” આ પ્રમાણે કહી તે રાણીએ હર્ષથી તે બન્ને બહેનને કહ્યું કે- “હે બહેનો ! પુત્રી સહિત તમે આ હાથણી ઉપર આરૂઢ થઈ મારે ઘેર ચાલે.” રાણીએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે બને એ શ્રેષ્ઠીને કહ્યું કે- “હે શ્રેષ્ઠી ! અમે તમારે ઘેર રહીને કાંઈપણ તમારું અપ્રિય કર્યું હોય તે તમે ક્ષમા કરજે.” શ્રેષ્ઠીએ કહ્યું—“વણિકમાત્ર તમારી પાસે જે ઘરકામ કરાવ્યું તે તમે માફ કરજે.” એમ કહી શ્રેષ્ઠી તેમના પગમાં પડ્યો. ત્યારપછી તે બન્ને વત્સરાજ સહિત રાણીના આગ્રહથી રાજમંદિરમાં ગઈ તે વખતે રાજાએ તેમને રહેવા લાયક સમગ્ર સામગ્રી સહિત શ્રેષ્ઠ મંદિર આપી વત્સરાજને કહ્યું કે –“હે વત્સ! તને હું શું આપું?” વત્સરાજે કહ્યું–“હે સ્વામિન્ ! હું દિવસે આપની સેવા કેમ્પ્સ અને રાત્રે આપે મને ઘેર જવાની રજા આપવી. આટલું જ આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust