________________ ર૩૬ 9 - શ્રી શાંતિનાથ ચરિત્ર તત્કાળ ધમૌષધિવડે ધુમાડો કરીને ત્રણસંહિણી ઔષધિવડે તેની વ્યથા દૂર કરી. તરતજ તેને હાથ પીડારહિત થઈ ગયો; એટલે તે દેવીએ હર્ષ પામી વત્સરાજને કહ્યું કે –“હે ભદ્ર ! હું ધારું છું કે મને પ્રહાર કરનાર મહાપુરૂષ તું જ છે. " વત્સરાજે તે વાત કબુલ કરી. પછી તે દેવી સંતુષ્ટ થઈને બોલી કે—“ હું ભદ્ર! હું તારા સાહસથી ખુશી થઈ છું, માટે તારી ઈચ્છામાં '. આવે તે તું માગ.” વત્સરાજે કહ્યું કે—“જે મારા પર પ્રસન્ન થયા હો તે આ મંદિરના ઉપરના ભાગમાં રહેલી બે કન્યાઓ, અશ્વના રૂપવાળે યક્ષ અને સર્વ કામદ પર્યક–આટલી વસ્તુઓ મને આપો.” તે સાંભળી દેવીએ વિચાર્યું કે–“આણે મારું ઘર કુટવાથીજ આ વસ્તુઓ માગી છે, નહીં તે તેને એ વસ્તુઓની ખબર ક્યાંથી હોય?” એમ વિચારી તે બોલી કે“હે સત્યરૂષ! તે વસ્તુઓ મેં તને આપી, પરંતુ સાવધાન થઈને આ બે કન્યાની ઉત્પત્તિ તું સાંભળ– વૈતાઢ્ય પર્વત ઉપર ચમરચચા નામની નગરીમાં ગંધવાહગતિ નામે વિદ્યાધર રાજા હતા. તેને સુવેગ અને મદનગા નામની બે ભાર્યાઓ હતી. તેમની કુક્ષિથી અનુક્રમે રત્નચૂલા અને સ્વર્ણચૂલા નામની બે કન્યાઓ ઉત્પન્ન થઈ. તે બન્ને કન્યાઓ યુવાવસ્થાને પામી, ત્યારે રાજા તેમના વિવાહની ચિંતાથી વ્યાકુળ થયો. તેવામાં ત્યાં કોઈ જ્ઞાની મુનિ પધાર્યા. તે વખતે રાજાએ તે મુનિવરને આસન પર બેસાડી ભક્તિપૂર્વક નમસ્કાર કરી પૂછયું કે –“હે પૂજ્ય ! આ પુત્રીઓને ભર્તાર કોણ થશે ?" ત્યારે મુનિએ જ્ઞાનથી જાણીને કહ્યું કે –“એક ભૂચર રાજાને પુત્ર ગુણવાન વત્સરાજ આને પતિ થશે; પરંતુ હે રાજન ! તારી હાજરીમાં આનું પાણિગ્રહણ થશે નહીં, કારણકે તારૂં આયુષ્ય આજથી માત્ર એક માસનુંજ બાકી છે. " તે સાંભળી રાજાએ પૂછયું-“ ત્યારે મારે શું કરવું?” મુનિએ કહ્યું-“હે રાજા ! સાંભળ. તે વત્સરાજ કઈ રીતે આને પતિ થશે તે હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust