________________ 315 લઇ પ્રસ્તાવ. તે પર્વત પરથી નીચે ઉતર્યો. ત્યાં તેણે ધૂળથી ખરડાયેલા અને હાથમાં કદાળા ધારણ કરતા કેટલાક માણસેને તથા પંચકુળને જોઈ કઈ માણસને પૂછયું કે - “હે ભદ્ર! આ કર્યો પર્વતછે? આ કો દેશ છે?.અહીં કેણ રાજા છે? આ મનુષ્ય કેદાળાવડે શું ખોદે છે ? અને આ પંચકુળ કેવું છે? એ વિગેરે સર્વ વૃત્તાંત મને કહે.” તે સાંભળી તે માણસે કહ્યું કે - “હે ભદ્ર! જે કોઈ મનુષ્ય દેશાંતરમાં જાય છે તે આ સર્વ હકિકત જાણતાં જ હોય છે. તું તો નામ પણ નથી જાણતો, તે શું તું આકાશથી પડ્યો છે? કે પાતાળમાંથી નીકળે છે ? અથવા તો જ્યારે તું કાંઈ પણ નથી જાણતું, ત્યારે અહીં શા માટે આવ્યો છે?” સુલસ બેલ્યો કે–“હે ભદ્ર! તું જે બે કે શું તું આકાશમાંથી પડ્યો છે? તે સત્યજ છે. હું આકાશમાંથી જ પડ્યો છું.” : ત્યારે તેણે પૂછયું કે–“હે ભદ્ર ! તે શી રીતે ? " સુલશે જવાબ આ કે–“સાંભળ. મારે એક વિદ્યાધર મિત્ર છે. તેણે મને એકદા કહ્યું કે–તું મારી સાથે ચાલ, હું તને મેરૂ પર્વત દેખાડું. તે સાંભળી કેતકને લીધે હું તેની સહાયથી. આકાશમાર્ગે ચાલ્યા. તેટલામાં દૈવયોગથી તેને તેનો શત્રુ કોઈ એક વિદ્યાધર માર્ગમાં મળ્યો. તે વખતે મારા મિત્ર વિદ્યારે શત્રુ સાથે યુદ્ધ કરતાં મને મૂકી દીધે, તેથી હું આકાશમાંથી પૃથ્વી પર પડ્યો.” આ પ્રમાણે સુલશે બુદ્ધિથી સત્ય જેવો તેને ઉત્તર આપે. વળી કહ્યું કે હે ભદ્ર! આ કારણથી હું આકાશમાંથી પડ્યો છું. માટે મેં તને જે જે પૂછવું છે તેનો જવાબ આપ.” તે સાંભળીને તે પુરૂષ . બે કે આ રહણ નામનો દેશ છે. આ પર્વત પણ રહણ નામે છે. અહીં વસાગર નામે રાજા છે. આ પંચકુળ રાજાનું ! છે. હાથમાં કોદાળો ધારણ કરનારા આ લકે પૃથ્વી ખોદીને તેમાંથી રત્ન કાઢે છે અને તેમાંથી રાજાને કર આપે છે. તે સાંભળી સુલસે વિચાર્યું કે–“નગર મધ્યે કોઈ ઠેકાણે નિવાસ કરીને ધન ઉપાર્જન કરવાનો આ ઉપાય પણ કરવા જેવો છે.” આ પ્રમાણે વિચારી તે માણસની સાથે રત્નપુંજ નામના નગરમાં તે ગયો. ત્યાં કોઈ વૃદ્ધ વણિકને ઘેર ગયે. તેણે તેને ભોજન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust