________________ 'પદ પ્રરતાવ, (349 મનુષ્યને બોલાવીને કહ્યું કે, “હે ભાઈઓ !. આ અમારા સ્વામીએ તમારા પર પ્રસાદ કર્યો છે તેથી તમને હવેથી બમણા પૈસા અને ઉત્તમ ભેજન મળશે. " તે સાંભળી મહીપાળ વિગેરે એવું બોલ્યા કે--“અમારા પર મોટી કૃપા કરી.” પછી રાજાએ મહીપાળને પૂછયું કે-“શું તારા એક પુત્રને બે વહુઓ છે? કેમકે અહીં તે ત્રણ પુત્ર અને ચાર વહુએ દેખાય છે, તેનું શું કારણ?” ત્યારે મહીપાળે રાજા પાસે નાના પુત્રના પ્રવાસની વાત કરી. રાજાએ પૂછયું કે–“તમે ક્યાંથી અહીં આવ્યા છે?” તેણે કહ્યું કે“હે સ્વામી ! અમે કાંચનપુરથી આવ્યા છીએ.” રાજાએ કહ્યું કે“હે કૌટુંબિક! તમારે છાશ ખાવાની ટેવ હશે, તેથી હમેશાં આ નાની વહુને મારે ત્યાં–રાજમંદિરમાં છાશ લેવા મોકલજે.” આ પ્રમાણે કહીને રાજા શહેરમાં ગયા. પછી સર્વ માણસે આ બધું જોઈને આશ્ચર્ય પામી બેલ્યા કે–“અહે! આ આપણા સ્વામી કેઈની સાથે વાતો કરતા નથી, છતાં આની સાથે તો આટલી બધી વાત કરી, તેથી તેમનું મોટું ભાગ્ય સમજવું.” ત્યારપછી સસરાનાં આદેશથી તે શીળમતી રાજાને ઘેર છાશ લેવા ગઈ. ત્યારે પ્રતિહારીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે-“હે સ્વામી! કોઈ કર્મકરની સ્ત્રી છાશ લેવા આવી છે, તેને અંદર એકલું ?" રાજાએ હા કહી. એટલે તે અંદર ગઈ ત્યારે રાજાએ તેને પૂછ્યું કે-“હે ભદ્ર! આ તારી કાંચળી જીણું કેમ થઈ ગઈ છે?” તે સાંભળી લજાથી નમ્ર થયેલી શીળમતી કંઈ પણ બેલી નહીં. ત્યારપછી રાજાએ તેને ઘણી છાશ અપાવી. તે લઈ શીળમતી પિતાને સ્થાને ગઈ. તે વખતે સસરાએ તેને કહ્યું કે-“હે વત્સ ! હવે તું નવી કાંચળી પહેર. નહીં પહેરે તો રાજાને ઘેર તારે જવું પડે છે તેથી ખરાબ દેખાશે.” આ પ્રમાણે તેના કહ્યા છતાં તેણીએ તેનું વચન માન્યું નહિ. બીજે દિવસે પણ તે છાશ લેવા માટે રાજાને ઘેર ગઈ. ત્યારે રાજાએ કહ્યું કે-“હે ભદ્ર! આ નવી કાંચળી હું તને આપું છું, તે તું પહેર.” આ પ્રમાણે વારં. વાર કહ્યા છતાં તેણીએ કાંચળી ગ્રહણ કરી નહીં, ત્યારે રાજાએ કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust