________________ પણ પ્રસ્તાવે. * 37. ઘણા લોકો ક્ષય પામ્યા. ધનાઢ્ય મનુ પણ તે દુકાળમાં સીદવા લાગ્યા, તો પછી ગરીબ માણસનું તો શું કહેવું ? રસ્તાઓ ચોરેએ રૂંધેલા હોવાથી માણસે જાવ આવ પણ કરી શકતા નહતા. આવા વિષમ કાળમાં લોકો લેકોનું જ ભાણ કરે છે, માણસે પોતાનાં બાળકોનો પણ ત્યાગ કરે છે, ઉત્તમ કુળનામનુખે પણ નીચ અને નિંદ્ય કુળમાં પિતાનાં બાળકોને વેચે છે, તપસ્વીઓ પણ મહા કષ્ટથી ભિક્ષા પામે છે, તેમની શિક્ષાને પણ રંક લાકે ઝુંટવી લે છે, અને પુરૂ પોતાની સ્ત્રીઓને પણ ત્યાગ કરે છે. આવા દુષ્કાળની વાર્તા માત્ર સાંભળવાથી પણ બીજાઓને ત્રાસ ઉત્પન્ન થાય છે. ' ' , ' ' , " ' ' - આ દુષ્કાળ પડવાથી તે મહીપાળ પોતાના કુટુંબ સહિત કાંચનપુરથી નીકળી ગયો, અને ઠેકાણે ઠેકાણે અનેક પ્રકારના પ્રયાસો કરતે, એક ગામથી બીજે ગામ ભ્રમણ કરતો, શૂન્ય શાળાએમાં નિવાસ કરતે, ભૂખ્યા કુટુંબના દુ:ખદાયી વચનોથી પીડા પામતે, પરિપૂર્ણ ભેજનને પણ નહીં પામતે, તથા અનેક નગર, ગામ અને પર્વત વિગેરેને ઓળંગતે અનુક્રમે તે જ મહાશાળી નામના નગરમાં આવી પહોંચ્યો. શીળમતી ઘણા દિવસે વીતી ગયા છતાં મસ્તક પરની વેણીને છેડતી નથી તથા કાંચળી પણ ઉતારતી નથી, તેથી જૂની, સડી ગયેલી અને ઘણે ઠેકાણેથી ફાટેલી તે કાંચળીને જોઈ તેના સસરા વિગેરેએ તેને નવી કાંચળી પહેરવા વારંવાર આગ્રહપૂર્વક કહ્યું, તોપણ તેણે તે કાંચળી મૂકી નહીં, તેથી ખેદ પામીને સસરા વિગેરે સર્વ બોલ્યા કે -" આ કદાગ્રહી અને કુટુંબને ઉગ પમાડનારી કેઈનું કહ્યું માનતી નથી.” આ પ્રમાણે કહી તેને તિરસ્કાર કરવા લાગ્યા, પણ તેમના તિરસ્કારને તે સહન કરતી હતી, જીભથી એક અક્ષર પણ બોલતી નહોતી, અને પોતાના મનમાં માનેલુંજ કાર્ય કરતી હતી. આ રીતે પિતાના પતિની આજ્ઞા પાળતી તે શીળમતી પણ શ્વસુરવર્ગની સાથેજ તે નગરમાં આવી હતી. આ * * * - અહીં શૂરપાળ રાજાએ સમગ્ર લેકના હિતને માટે પોતાના નગરમાં એક તળાવ ખોદાવવાનું શરૂ કર્યું હતું. ત્યાં ઘણા નિર્ધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust