________________ પણ પ્રસ્તાવ. 367 કહી છે. અથવા શ્રાવકની દર્શન (સમકિત) વિગેરે અગ્યાર પ્રતિમા વહન કરે તે પણ શુદ્ધ સંલેખના છે. તે પ્રતિમા ન વહન કરે તો છેવટે સંથારામાં રહીને પણ દીક્ષા ગ્રહણ કરે. ત્યારપછી અંત સમયે વૃદ્ધિ પામતા શુભ પરિણામે ગુરૂની પાસેથી ત્રિવિધ અનશન ગ્રહણ કરી ગુરૂના મુખથી આરાધનાના ગ્રંથ સાંભળે. - ભવ્ય જીવે પોતાના મનમાં નિર્મળ સંવેગ રંગ લાવીને શુદ્ધ મનવડે એ રીતે સંલેખના કરવી. અને તેનાં પાંચ અતિચારો વર્જવા. તે અતિચારોનાં નામ તથા તેના - અર્થ આ પ્રમાણે–પહેલે ઇલેકાંસા પ્રયોગ એટલે “હું મનુષ્ય ભવ પામું તો સારૂં” એમ મનમાં વિચારવું તે પહેલા અતિચાર. 1. બીજે પરકાશંસા પ્રયોગ એટલે “પરભવમાં મને ઉત્કૃષ્ટ દેવપણાની પ્રાપ્તિ થાય તે ઠીક એમ વિચારવું તે બીજે અતિચાર. 2. ત્રીજે જીવિતાશંસા પ્રયોગ એટલે પુણ્યાથીજનો પોતાનો મહિમા કરતા હોય તે જોઈ પિતાને વધારે જીવવાની ઈચ્છા થાય તે ત્રીજો અતિચાર. 3. ચોથો મરણશંસા પ્રયોગ એટલે અનશન ગ્રહણ કર્યા પછી ધાદિકની પીડા થવાથી જે જલદી મરવાનો અભિલાષ થાય તે ચોથો અતિચાર. 4. અને પાંચમો કામભોગાશંસા પ્રયોગ એટલે ઉત્તમ શo, રૂપ, રસ, પ્ર અને ગંધની ઈચ્છા થાય. તે પાંચમો અતિચાર 5. પ્રથમ સુલસની કથામાં જે જિનશેખર શ્રાવકનો વૃત્તાંત્ત કહ્યો છે તે સંલેખના ઉપર દષ્ટાંત જાણવું.” આ પ્રમાણે સંલેબનાના વિષયવાળો શ્રી શાંતિનાથ જિનેશ્વરે કહેલો ધર્મ સાંભળી સમગ્ર સભા અમૃતવડે જાણે સિક્ત થઈ હોય તેમ આનંદ પામી. એ અવસરે ચકાયુધ રાજાએ ઉભા થઈ પ્રભુને વંદના કરી બે હાથ જોડીને વિનંતિ કરી કે–“સમસ્ત સંશય રૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન અને ત્રણ લોકે વંદન કરેલા હે શ્રી શાંતિનાથ પ્રભુ ! તમને નમસ્કાર થાઓ. હે પ્રભુ ! મારા દુષ્કર્મ રૂપ નિગડ (બેડી) ને ભાંગી નાખીને તથા રાગદ્વેષરૂપી શત્રુને નાશ કરીને મને આ સંસાર રૂપી કારાગૃહમાંથી મુકતા કરે. હે જિનેશ ! નિરંતર જન્મ, જરા અને મૃત્યુરૂપી અગ્નિથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust