________________ 366 - શ્રી શાંતિનાથ ચરિત્ર. ભમી આ ભવમાં હે રાજ! તું થયું છે. પૂર્વ ભવમાં તે પરધનનું હરણ કર્યું હતું, તેથી આ ભવમાં તને ધનની પ્રાપ્તિ થઈ નહીં. કહ્યું છે કે"अदत्तभावाद्धि भवेद्दरिद्री, दरिद्रभावाच्च करोति पापम् / . પા હિ વ નરÉ vયાતિ પુર્નીટ્રી પુનરેવ પાણી // " દાન નહીં દેવાથી પ્રાણી દરિદ્ર થાય છે, દરિદ્વીપણાને લીધે પાપ કરે છે, પાપ કરવાથી નરકમાં જાય છે, ત્યાંથી નીકળી ને ફરીથી દરિદ્રી અને ફરીથી પાપી થાય છે.” વચ્ચે વચ્ચે તને ધન પ્રાપ્તિ થઈ તે પણ તે નષ્ટ થઈ, તારી પાસે રહી નહીં. હમણાં તે સુપાત્રદાનના પ્રભાવથી હે રાજન! તારી ગયેલી લમી તેમજ રાજ્ય પણ તને પ્રાપ્ત થયું છે. કહ્યું છે કે– " सुपात्रदानेन भवेद्धनाढ्यो, धनप्रयोगेण करोति पुण्यम् / .. पुएयप्रभावेण जयेच्च स्वर्ग,स्वर्गे सुखानि प्रगुणीभवन्ति // 1 // “સુપાત્રદાનના પ્રભાવથી પ્રાણુ ધનાઢ્ય થાય છે, ધનના ગથી તે પુણ્ય કરે છે, પુણ્યના પ્રભાવથી સ્વર્ગે જાય છે, અને સ્વર્ગમાં તેને ઘણું સુખો મળે છે.” આ પ્રમાણે ગુરૂના મુખથી પૂર્વભવ સાંભળી પ્રતિબધ પામી સૂરિને નમી, ઘેર જઈ, પિતાના પુત્રને રાજ્યપર સ્થાપન કરી તેજ ગુરૂની પાસે વ્યાધ્ર રાજાએ દીક્ષા ગ્રહણ કરી. પછી ચારિત્ર આરાધી છેવટે સમાધિમરણથી મૃત્યુ પામી તે દેવલેકે ગયે. ત્યાંથી ચ્યવી. મનુષ્યપણું પામી મેશે જશે. ઈતિ સત્પાત્રદાન વિષે વ્યાધ્રની કથા. આ પ્રમાણે કથા કહીને સ્વામી શ્રી શાંતિનાથે ચકાયુધ રાજાને કહ્યું કે “હે રાજન ! પ્રથમ કહ્યા પ્રમાણેના બાર વ્રતે ગૃહસ્થો માટે કહેલાં છે. વિવેકી માણસે તે વ્રતોનું પરિપાલન કરી છેવટ સંલેપના કરવી જોઈએ. ગૃહસ્થ ધર્મનું આરાધન કરી છેવટ બુ દ્ધિમાને સર્વવિરતિ ગ્રહણ કરવી, એને શુદ્ધ સંલેખના સિદ્ધાંતમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust