________________ 374 શ્રી શાંતિનાથ ચરિત્ર. પવન પાછળ છે, અને મેરા ચિત્તને ઉત્સાહ પણ પૂર્ણ છે. તેથી હું ધારું છું કે મને અહીં વાંછિત લાભ થવો જોઈએ.” ! છે ત્યાર પછી તે રચુડ શ્રેષ્ઠી વહાણમાંથી નીચે ઉતરી શુભ ચિત્તવડે ત્યાં કિનારા પર રહેવા ગ્ય કેઈ સ્થાન જોઈ ત્યાંજ ચાકરે પાસે વહાણમાંથી કરિયાણું ઉતરાવી મંગાવ્યું. તથા રાજાના પંચકુળને તેનું દાણ ચુકાવી આપ્યું. તેટલામાં ચાર વણિકોએ આવી કુશળપ્રશ્નપૂર્વક રચૂડને કહ્યું કે–“ હે શ્રેઝીપુત્રતમે બીજે સ્થાને નહીં જતાં અહીં આવ્યા તે સારું કર્યું, કારણ કે અમે તમારા સ્વજનેજ છીએ. તમારૂં સમગ્ર કરિયાણું અમે લઈ લેશું, કે જેથી તમને તેનું વેચાણ કરવાને પ્રયાસ ન પડે. અત્યારે અમે આ સર્વ વસ્તુ લઈ લઈએ, અને જ્યારે તમે તમારા ઘર તરફ ચાલશે ત્યારે તમે કહેશે તે કરિચાણવડે તમારું વહાણ ભરી દેશું. " તે સાંભળી શ્રેષ્ઠીપુત્રે તેનું વચન અંગીકાર કર્યું. એટલે કપટ બુદ્ધિવાળા તેઓએ તેનું સર્વ કરિયાણું ગ્રહણ કરી વહેંચી લઈ પિતપતાને ઘેર લઈ ગયા. ત્યાર પછી તે શ્રેષ્ઠીપુત્ર સારાં વસ્ત્રો પહેરી શુભ અલંકાર ધારણ કરી પિતાના નોકરે સહિત નગરમાં અન્યાય રાજાને જેવા ચાલ્યા. માર્ગમાં એક મેચીએ સેના રૂપાની ઝીકથી ભરેલા શ્રેષ્ઠ બે જેડા લાવી તેને ભેટ કર્યા. ત્યારે તે શ્રેષ્ઠીએ તે બને ઉપાન ગ્રહણ કરી તેને કહ્યું કે -" અરેઆનું મૂલ્ય શું લેવું છે ? " તે સાંભળી તેણે મોટી રકમ માગી ત્યારે રતચડે વિચાર્યું કે–“આ અસંગત વચન બોલે છે.” પછી તેને તાંબુલ આપીને કહ્યું કે–“હે કારીગર ! હું જઈશ ત્યારે તેને રાજી કરીશ.” એમ કહી તેને રજા આપીને શ્રેષ્ઠીપુત્ર આગળ ચાલ્યો, તેટલામાં કેઈ એક નેત્રવાળો ધૂતકાર તેને સામે મળે. તેણે શ્રેષ્ઠીને કહ્યું કે-“હે શેઠ! મેં મારું એક નેત્ર તમારા પિતા પાસે હજાર રૂપીઆ લઈને ઘરેણે મૂક્યું હતું, તેથી તે રૂપીઆ લઈને મને મારૂં નેત્ર પાછું આપો.” એમ કહી તેણે હજાર રૂપીઆ શેઠને આપ્યા. તે સાંભળી રત્નચડે વિચાર્યું કે- આ અસંભવિત વાત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust