________________ થી તિનાથ ચરિત્ર. પ્રમાણે દેવોએ જિનેશ્વરના શરીરને સંસ્કાર કરી તે સ્થળે સુવર્ણ રન્નમય શ્રેષ્ઠ બુભ બનાવી, તેના પર પ્રભુની સુવર્ણમય પ્રતિમા સ્થાન મન કરી. અને ભક્તિપૂર્વક તેની પૂજા કરી. પછી નંદીશ્વર દ્વીપ જઈ ત્યાંની યાત્રા કરીને સર્વ સુર અસુરે શ્રી શાંતિનાથ પરમા- ભાનું દયમાં ચિંતવન કરતા પોતપોતાને સ્થાને ગયા. . - કે ભગવાન ચકાયુધણુ ઘણુ સાધુઓ સહિત અનેક ભવ્ય ? જીિને પ્રતિબંધ કરતા પૃથ્વી પર વિચરવા લાગ્યા. તેઓ પણ કેટલેક કાળે ઘાતકર્મ ખપાવીને કેવળજ્ઞાન પામ્યા. પછી દેવેંદ્રોથી પૂજાતા તેઓ ભવ્ય જનેરના અનેક સંશને દૂર કરવા લાગ્યા. આ ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં દેથી પૂજાતું અને જગતમાં વિખ્યાત કટિશિલા નામનું શ્રેષ્ઠ તીર્થ છે. ત્યાં ઘણા કેવળીઓ સહિત પુણ્યવંત શ્રી ચકાયુધ ગણધર પધાર્યા અને ત્યાં અનશન કરી મોક્ષે ગયા. તે શિલા શ્રી ચકાયુધ ગણુધરે પ્રથમ પવિત્ર કરી, ત્યારપછી તે શિલા ઉપર કાળે કરીને કરડે મુનિઓ સિદ્ધિપદને પામ્યાં. તે વિષે કહ્યું છે કે : - - - - * કેટિશિલા તીર્થ પર શ્રી શાંતિનાથના પ્રથમ ગણધર સિદ્ધ થયા પછી સંખ્યાતા કાંડે સાધુઓ સિદ્ધ થયા છે. કુંથુનાથના તીર્થનાં, પણ પાપ નાશ કરનારા સંખ્યાતા કરોડો સાધુઓ તે શિલાતળ ઉપર સિદ્ધ થયા છે. શ્રી મલ્લીનાથના તીર્થમાં વ્રતવડે શેભતા છ કરોડ કેવળીએ ત્યાં નિર્વાણ પામ્યા છે. શ્રી મુનિસુવ્રત સ્વામીના પ્રખ્યાત તીર્થમાં ત્રણ કરોડ સાધુઓ ત્યાં અક્ષય પદ પામ્યા છે. નમિજિનના તીર્થમાં વિશુદ્ધ ક્રિયાવાળા એક કરોડ સાધુ મહાત્માઓ સિદ્ધ થયા છે, એ જ પ્રમાણે કાળે કરીને ત્યાં બીજા. ઘણુ સાધુઓ સિદ્ધ થયા છે. કર્તા કહે છે કે “તે સર્વ મેં આ ગ્રંથમાં કહ્યા નથી. જે તીર્થકરના તીર્થમાં ઓછામાં ઓછા પરિપૂર્ણ એક કરોડ સાધુઓ સિદ્ધ થયા છે તેજ અહીં બતાવ્યા છે, તેથી કરીને તે ટિશિલા કહેવાય છે. તે કેટિશિલા તીર્થને નિરંતર અનેક ચારણ મુનિ, સિદ્ધ, યક્ષ, સુર અને અસુર વિગેરે ભક્તિથી વદે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust