Book Title: Shantinath Charitra Gujarati
Author(s): Bhavchandrasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 397
________________ 188 બો શાંતિનાથ ચરિત્ર. અને વસ્ત્રાભૂષણ તથા શસ્યા વિગેરેનું જે સુખ તેણે અનુભવ્યું હતું તે કહ્યું " ભિલોએ તેને કહ્યું કે–તે ત્યાં કેવું સુખ અનુભવ્યું તે દષ્ટાંત. સાથે કહે.” તે સાંભળી તે તેમની જાણીતી ચીજોની ઉપમા આપી તેમની પાસે વર્ણન કરવા લાગે કે–“સ્વાદિષ્ટ કંદ અને ફળ જેવા લાડુ મેં ખાધા હતા, જેમ અહીં આપણે નીવાર ખાઈએ છીએ તેમ ત્યાં દાળ, ભાત વિગેરેનું મેં ભેજન કર્યું હતું, ગુંદીના પાંદડાં જેવાં નાગરવેલનાં પાન મેં બાધાં હતા, શાલ્મલી વૃક્ષના ચૂર્ણ જે સેપારીને ભૂકે ખાધો હત, વલ્કલની જેવાં મનહર વસ્ત્રો પહેર્યા હતાં, પુષ્પની માળા જેવાં ઘરેણાં પહેર્યા હતાં, છિદ્ર હિત ગુફાની જેવા મંદિરમાં હું રહ્યો હતો, તથા શિલાતળ જેવી વિશાળ શય્યા ઉપર હું સુતો હતો.” આ પ્રમાણે તે ભિલે ઉત્તમ વસ્તુઓનું અવર વસ્તુની ઉપમાવડે વર્ણન કર્યું. તેજ પ્રમાણે અમે પણ સંસારમાં વસતા જીવોની પાસે સિદ્ધિના સુખનું વર્ણન આ લોકમાં રહેલી વસ્તુઓની ઉપમા આપીને કરીએ છીએ કે–જે સુખ કામગથી ઉત્પન્ન થાય છે અને જે સુખ મહાન દેવલોકમાં હોય છે તે કરતાં અનંત ગણું સુખ સિદ્ધને છે અને તે શાવતું છે. તફાવત માત્ર એટલોજ કે સંસારનું સુખ પદગળિક ને વિનાશી છે ત્યારે સિદ્ધોનું સુખ અગિલિક (આત્મિક) અને અવિનાશી (શાશ્વત) છે.” . ": આ પ્રમાણે કહીને શ્રી શાંતિનાથ ભગવાન તે સ્થાનેથી ઉઠી તેજ ગિરિના કોઈ શ્રેષ્ઠ શિખર પર ચડ્યા. ત્યાં નવસે કેવળીની સાથે સ્વામીએ એક માસનું અનશન કર્યું. તે વખતે સર્વે સુરેન્દ્રો પરિવાર સહિત અત્યંત પ્રીતિ અને ભક્તિથી જગન્નાથની સેવા કરવા લાગ્યા. પ્રાંતે જ્યેષ્ઠ માસની કૃષ્ણ ચતુર્દશીને દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્ર હતો ત્યારે શુકલધ્યાનના ચોથા પાદનું ધ્યાન કરતા સ્વામી મોક્ષપદને પામ્યા. બીજા સાધુઓ પણ અનુકમે પરમ આનંદમય મુક્તિપદને પામ્યા. પછી સર્વ દેવેંદ્રો પોતપોતાના પરિવાર સહિત શ્રી શાંતિનાથ સ્વામીનું નિર્વાણ જાણી શેકથી અથુપાત કરતા અને પ્રભુના ગુણોનું સ્મરણ કરતા ઉત્તર વૈકિય રૂપે પૃથ્વી P.P. Ac. Gunratna'suri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401