Book Title: Shantinath Charitra Gujarati
Author(s): Bhavchandrasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 395
________________ 286 જે શાંતનાથ ચરિત્ર નજીકના પર્વત ઉપર ભિલો વસતા હતા. તેઓ કંદમૂળનું ભક્ષણ કરનારા હતા અને વૃક્ષની છાલનાં વસ્ત્રો પહેરતા હતા. શિલાતળું ઉપર શયન તથા આસન કરતાં હતા. આ રીતે રહેતા તે ભિલો પિતાને અત્યંત સુખી માનતા હતા, અને કહેતા હતા કે–“ભિલોને નિવાસ ઉત્તમ કહેવાય છે તે ખોટું નથી. કારણ કે તેમને નિઝરણાનું જળ સુલભ છે, ભેજન માટે કાંઈ પણ પ્રયાસ પડતો નથી, અને હમેશાં પ્રિયા પાસે જ હોય છે. આ ભિલોમાંથી કોઈ એક ભિલે ફરતે ફરતે રાજા પાસે આવી ચડશે. અલંકારવડે ભૂષિત હોવાથી આ રાજા છે એમ ધારી તેણે વિચાર કર્યો કે“નક્કી આ કઈ રાજા તૃષા વ્યાકુળ થઈ ગયે જણાય છે, અને જળ વિના તે જરૂર મરી જશે. તેના મરવાથી આખી પૃથ્વી સ્વામી રહિત થશે, તેથી મારે એને જળપાન કરાવીને જીવાડ ચગ્ય છે.” એમ વિચારી પાંદડાંનો પડીઓ કરી તેમાં જળાશયમાંથી જળ લાવી રાજાને પાયું; તેથી રાજા સ્વસ્થ થયા. પછી સચેતન થયેલે રાજા મનમાં તેને અત્યંત ઉપકાર માનતે તેની સાથે વાતચિત કરવા લાગે, તેટલામાં પાછળ આવતું સૈન્ય ત્યાં આવી પહોંચ્યું. સૈનિકોએ શાની પાસે સુંદર લાડુ તથા શીતળ જળ મૂકહ્યું. રાજાએ તેમાંથી પેલા ભિલને પણ મેદકાદિક ખાવાનું આપ્યું. ત્યારપછી સુખાસનમાં બેસી પોતાના ઉપકારી ભિલને સાથે લઈ તે રાજા પિતાના નગરમાં ગયો. ત્યાં તે ભિલને સ્નાન કરાવી મનેહર વસ્ત્રો પહેરાવી અલંકારેથી શણગારી ચંદનાદિકનું વિલેપન કરી દાળ, ચાખા વિગેરે ઉત્તમ ભેજન જમાડી તેર ગુણવાળું તાંબુલ આપ્યું. પછી રાજાની આજ્ઞાથી સુંદર મહેલમાં મનહર શયન ઉપર તે સુતે. પ્રસન્ન થયેલા રાજાએ તેમનું સમગ્ર દરિદ્ર દૂર કર્યું. આ પ્રમાણે અત્યંત સુખને પાપે, પણ તે પિતાનું મન ભૂલી ગં નહીં. કહ્યું છે કે "जणणी य. जम्मभूमी, पच्छिम निद्दा य अभिनवं पिम्म / સ ત્તર ગુ, ઉર વિ. છુિં છું તે શું છે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401