Book Title: Shantinath Charitra Gujarati
Author(s): Bhavchandrasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 394
________________ - ભા. પ્રસ્તાવે..* આવી મને હર સમવસરણ રચ્યું. તે સમવસરણમાં બેસીને જિનેધરે છેવટની દેશના આપી. તેમાં સર્વ પદાર્થોનું અનિત્યપણું બતાવી આપ્યું. ભગવાને ભવ્ય પ્રાણીઓને ઉદ્દેશીને કહ્યું કે હું ભવ્ય જીવે! આ મનુષ્ય ભવમાં એવું કાર્ય કરવું જોઈએ કે જેથી આ અસાર સંસારનો ત્યાગ કરીને મુક્તિ પદ પ્રાપ્ત થાય.” આ અવસરે શ્રીજિનેશ્વરના ચરણને પ્રણામ કરી પ્રથમ ગણધરે પૂછ્યું કે-“હે સ્વામિન! સિદ્ધિસ્થાન કેવા પ્રકારનું છે? તે કહે.” ત્યારે પ્રભુ બેલ્યા કે— સિદ્ધની ભૂમિ (સિદ્ધશિલા) મોતીના હાર, જળના કણ અને ચંદ્રના કિરણ જેવી ઉજ્વળ છે, પિસ્તાળીસ લાખ જન વિસ્તાવાળી (લાંબી-પહોળી–ગળ) ધંત છે, ચત્તા કરેલા છત્રની જેવું તેનું સંસ્થાન છે, સમગ્ર લેકના અગ્રભાગે રહેલી છે, મધ્ય ભાગમાં આઠ યોજન 1 જાડી છે, પછી અનુક્રમે પાતળી થતી થતી છેવટ પ્રાંત ભાગે માખીની પાંખ જેવી પાતળી છે, તેની ઉપર એક જન - લેકાંત છે. તે છેલ્લા એજનના છેલ્લા કોશના છઠ્ઠા ભાગમાં (યોજનના ૨૪માં ભાગમાં 333 ધનુષ્યમાં) અનંત સુખે કરીને યુક્ત એવા સિદ્ધો રહેલા છે. ત્યાં રહેલા જીવોને જન્મ, જરા, મૃત્યુ, રોગ, શેક વિગેરે ઉપદ્રવ તથા કષાય, ક્ષુધા તૃષા વિગેરે હોતા નથી. ત્યાં જે સુખ છે તેને કોઈની ઉપમા આપી શકાતી નથી તે પણ મુગ્ધ જનોને સમજાવવા માટે ઉપમા અપાય છે. તે આ પ્રમાણે-- - શ્રીસાકેતપુર નામના નગરમાં શયુમર્દન નામે રાજા રાજ્ય કરતા હતે. તે એકદા વિપરીત શિક્ષાવાળા અશ્વથી હરણ કરાઈને મોટા ભયંકર અરણ્યમાં જઈ ચડ્યો. ત્યાં શ્રમિત થઈ તથા તૃષાથી પીડા પામી મૂછ આવવાથી પૃથ્વી પર પડી ગયો. તેની 1 આ જન પ્રમાણઆંગળ નિષ્પન્ન જાણવા. ર આ યોજન ઉસેલ આંગુળનું સમજવું કે : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401