Book Title: Shantinath Charitra Gujarati
Author(s): Bhavchandrasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 398
________________ * 5 પ્રરતાન. ઉપર આવ્યા અને વિલાપ કરવા લાગ્યા કે-“હા નાથ! સંદેહરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન હે શાંતિનાથ ભગવાન ! અમને સ્વામી રહિત કરીને તમે ક્યાં ગયા ! હે નાથ! તમારા વિના પોતપિોતાની ભાષામાં સમજે તેવી સર્વ જતુઓને હર્ષ આપનારી દેશના હવે કોણ આપશે? લોકને પીડા કરનારા દુભિક્ષ, ડમર અને મરકી વિગેરેના ઉપદ્રવે હવે કેના પ્રભાવથી શાંત થશે ? તથા હે સ્વામી ! અમારા દેવભવ સંબંધી કાર્યો તજીને પૃથ્વી પીઠ પર આવી તમારા વિના હવે અમે કેની સેવા કરશે?” 'આ પ્રમાણે સર્વ ઈદ્રો વિલાપ કરીને પછી ક્ષીરસાગરના જળથી સ્વામીના શરીરને સ્નાન કરાવી, નંદનવનમાંથી મંગાવેલા હરિચંદ નના સુગંધી કાકને ઘસી ભક્તિવડે ભગવાનના શરીર પર તેને લેપ કરી પ્રભુના મુખમાં કપૂરનું ચૂર્ણ મૂકી, દેવદુષ્ય વસ્ત્રથી તેમનું શરીર ઢાંકયું. પછી, કૃષ્ણાગરૂના સુગંધવડે સર્વ દિશાએને વાસિત કરી, મંદાર અને 'પારિજાત વિગેરેનાં પુષ્પવડે પ્રભુની પૂજા કરી, રત્નની બનાવેલી શ્રેષ્ઠ શિબિકામાં તેમના શરીરને મૂક્યું. પછી નિવાત ખુણામાં ચંદનના કાષ્ઠની ચિતા રચી અને તે શિબિકાને ઉપાડી ચિતા પાસે લઈ જઈ શોક સહિત ઈંદ્રોએ ભગવાનનું શરીર ચિતામાં મૂક્યું. બીજા વૈમાનિક દેએ બીજા મુનીશ્વરેના સંસ્કારનું કાર્ય તેજ પ્રમાણે કર્યું ત્યારપછી તે ચિતામાં અગ્નિકુમાર દેવોએ પૂર્વમુખે અગ્નિ મૂકે. અને વાયુકુમાર દેએ વાયુ વિકુવી તે અગ્નિને પ્રજવલિત કર્યો. પછી ભગવાનના શરીરના રૂધિર અને માંસ દગ્ધ થઈ ગયા, ત્યારે મેઘકુમાર દેવોએ સુગંધી અને શીતળ જળની વૃષ્ટિ કરીને તે ચિતાગ્નિને શાંત કર્યો. ત્યારપછી ભગવાનપરની ભક્તિને લઈને તેમની ઉપરની જમણી દાઢા સુધર્મેદ્ર ગ્રહુણ કરી, નીચેની જમણી દાઢા ચમરેંકે લીધી, ઉપરની ડાબી દાઢા ઈશાબેંકે લીધી અને નીચેની ડાબી દાઢા બલી ગ્રહણ કરી. બાકીના અઠ્ઠાવીશ દાતે - બીજા અઠ્ઠાવીશ ઇદ્રોએ ગ્રહણ કર્યા. બીજા દેએ ભગવાનના શરીરના અસ્થિ ગ્રહણ કર્યા, તથા વિદ્યારે અને મનુષ્યોએ સર્વ ઉપદ્રની શાંતિ માટે ભગવાનની ચિતાની ભસ્મ લીધી. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401