________________ પક પ્રસ્તાવે. આ સહાય માતા ! આ શ્રીદત્ત શ્રેણીની પુત્રી રૂપવતી મારી પ્રાણપ્રિય સખી છે. આ મને એકવાર નગરમાં મળી હતી, ત્યારે મેં તેને મારે ઘેર આવવાનું કહ્યું હતું, તેથી કાંઈક મિષ કરી પિતાને ઘેરથી નીકળી મને મળવા માટે આવી છે. તેને હું તમારી પાસે લાવી છું.” એમ કહીને તે ત્યાં બેડી. તેટલામાં પેલા ચારે વણિકે તે અકકાની પાસે આવ્યા કે જેઓએ રત્નડનું સર્વ કરીયાણું લઈ લીધું હતું. તેઓ આવીને ઉચિત સ્થાને બેઠા. ત્યારે અકાએ તેમને કહ્યું કે- “હે વેપારીઓ ! આજે એક વહાણ આવ્યું સાંભળ્યું છે.” તેઓ બોલ્યા- “હે અકા ! સ્તંભતીર્થને રહીશ' એક વણિકપુત્ર" આવેલ છે. ”ફરીથી તે બોલી–“તેના આવવાથી તમને કાંઈ લાભ થશે કે નહીં?” તે સાંભળી તેઓએ તેના સર્વ કણ્યિાણ ગ્રહણ કર્યાની અને પાછા જે માગે તેથી વહાણ ભરી દેવાની સર્વ વાતો તેણીની પાસે કહી બતાવી. તે સાંભળી તે બોલી કે “અહો! આ રીતે તે તમને હાનિ થવાની, પણ લાભ નહીં થાય.” તેઓએ પૂછયું-“અમને હાનિ શી રીતે થશે?” તેણીએ જવાબ આપે કે-“તમે તેને કહ્યું છે કે તમે જે ઈષ્ટ હશે તે કરિયાણા વડે તારું વહાણ અમે ભરી દેશું, તે ઈચ્છા અનેક પ્રકારની હોય છે, તેથી તે કદાચ તમને કહે કે મચ્છરનાં હાડકાંથી મારું વહાણ ભરી ઘી એવી મારી ઈચ્છા છે તે પછી તમે શું કરશે ?" તે સાંભળી તેઓ બેલ્યા–“ તેનામાં આવા પ્રકારનો બુદ્ધિવિલાસ ક્યાંથી હશે ? તે તે બાળક અને ભેળે છે. તે સાંભળી કુટિની બેલી કે-“બાળક છે એમ ધારીને અવગણના કરવી એગ્ય નથી. કારણકે કઈક બાળક છતાં પણ બુદ્ધિમાન હોય છે, અને કોઈ વૃદ્ધ હોય તે પણ બુદ્ધિરહિત હોય છે. વળી દેશાંતરમાં સર્વ કઈ જાણે છે કે આ નગર પૂર્વજનથી ભરેલું છે. તેથી જેને બુદ્ધિબળ હોય, તે જ પુરૂષ દેશાંતરથી અહીં આવે છે. તેમજ તમેને લાભ થવાથી મને પણ લાભ છે; પરંતુ વ્યર્થ મરવડે આત્માને રાજી રાખવા તે સારૂં નથી.” આ પ્રમાણે તેને વિચાર સાંભળી તેઓ પોતાને સ્થાને ગયા. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust