________________ 378. શ્રી શાંતિનાથ ચરિત્ર ત્યારપછી પેલે મચી કારીગર આવ્યા. દૂર બેસીને તે હર્ષર્વક બે કે-“હે અક્કા! આજે આ નગરમાં એક વિદેશી વણિક આવેલો છે. મેં તેને મનહર ઉપાનહની ત્રણેક જેડ આપી છે. તેણે મને કહ્યું છે કે “હું રાજી કરીશ તેથી હું તેનું સર્વસ્વ ગ્રહણ કરીશ, ત્યારેજ રાજી થઈશ. તે વિના રાજી નહીં થાઉં. આ વાત હું તમને કહેવા આવ્યો છું. કેમકે મારા લાભમાં તમારે પણ ભાગ છે.” તે સાંભળી અકકા બેલી કે –“હે કારીગર ! માણસે પોતાની લાયકાત પ્રમાણે મને રથ કરવો જોઈએ, અસંભવિત મનોરથ કરે ગ્ય નથી. તે વણિક તને રાજાને ઘરે પુત્રજન્મની વાત કરીને કહેશે કે “અરે ! તું રાજી થયે કે નહીં ? ત્યારે તું શું કહીશ ?" તે સાંભળી તે પણ વિલે મોઢે પિતાને ઘેર ગયે. ત્યારપછી એક નેત્રવાળે ઘુતકાર આવ્યું. તેણે પોતાની ધૂર્તતાની વાત તેણીની પાસે કહી. ત્યારે યમઘંટ હસીને બોલી કે –“અહે! તારી રચના પણ ખોટી જ છે. વળી તેં પહેલેથી જ દ્રવ્ય આપી દીધું તે સારું કર્યું નથી.” તે બે કે - મેં તેનું સર્વ દ્રવ્ય ગ્રહણ કરવા માટે મારું ધન સાટા તરિકે તેને આપ્યું છે.” અકકા બેલી–“અરે ! તેનું ધન કઈ પણ લઈ શકે તેમ નથી. " તે સાંભળી ઘતકાર બેલ્ય–“તે મારા બંધનથી શી રીતે છૂટશે?” ત્યારે યમઘંટા બેલી કે તે એવું કહેશે કે મારી પાસે ઘણાંનાં નેત્રે ઘરેણું છે; તેથી તારૂં બીજું નેત્ર મને આપ, કે જેથી તેને કાંટામાં નાંખી તેને તુલ્ય થાય તેવું તારું નેત્ર શોધીને તને આપું, તે વિના ખબર નહીં પડે.” આ પ્રમાણે જો તે કહેશે, તે તું શું જવાબ આપીશ?” તે સાંભળી ઘુતકાર બેલ્યા કે-“હે અક્કી! આવી બુદ્ધિની કુશળતા તે તમારી પાસે જ છે, તેની પાસે ક્યાંથી હોય?” એમ કહી તે પણ ગયે. ત્યાર પછી પેલા ચાર ધૂત પુરૂષએ આવી પોતાની વાત યમઘંટા પાસે કરી. ત્યારે અક્કાએ કહ્યું કે-“તમારા પ્રપંચનું પણ હું કાંઈ ફળ જેતી નથી. કેમકે તે તમને કહેશે કે “હું સમુદ્રના જળનું માન બતાવું છું; પરંતુ તેમાં જેટલી નદીઓ મળે છે તેના પ્રવાહને પ્રથમ તમે દૂર કરે.” એમ તે કહેશે ત્યારે શું નદીનું જળ દૂર કરવાની તમારી શક્તિ છે?” તેઓ બોલ્યા કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust