Book Title: Shantinath Charitra Gujarati
Author(s): Bhavchandrasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 385
________________ 376 - શ્રી શાંતિનાથ ચરિત્ર ચિત્તનું રંજન કરે છે, અને વિવિધ પ્રકારના ઉપાય જાણે છે, તેથી તે મને પણ કાંઈક બુદ્ધિ આપશે.” આ . ' ' આ પ્રમાણે વિચારી તે શ્રેષ્ઠીપુત્ર ગણિકાને ઘેર ગયે. ત્યાં તેણીએ ઉભી થઈ તેની સ્વાગત કિયા કરી, અને બહુમાનપૂર્વક તેને આસન આપ્યું. પછી રત્ન ધર્ટે આપેલું ધન તેણુને આપ્યું, ત્યારે તે ઘણી જ હર્ષ પામી અને તેણે અત્યંગ, ઉદ્વર્તન, સ્નાન, ભજન વિગેરેથી તેનું ઉત્તમ ગૈરવ કરાવ્યું. તેટલામાં સંધ્યા સમય થયો. તે વખતે તે શ્રેષ્ઠી તેણીના મનોહર શયન ઉપર બેઠે. તેની પાસે તે વેશ્યા શૃંગાર રસમય, મનહર અને વિચક્ષણ પુરૂષને ઉચિત છી કરવા લાગી. વાતને પ્રસંગમાં શ્રેષ્ઠીએ તેની પાસે પિતાની વાર્તા નિવેદન કરીને કહ્યું કે–“હે મનોહર નેત્રવાળી ! તું આ નગરની રહીશ હોવાથી પિતાના નગરની ચેષ્ટા બરાબર. જાણતી હઈશ, તે કહે કે આ સર્વ વિવાદને પ્રત્યુત્તર મારે શી રીતે આપે ? આ કાર્યનો નિર્વાહ થયા પછી હું તારી સાથે રંગવાત કરી શકીશ. હમણાં તે હું ચિંતામાં છું.” તે સાંભળી. બુદ્ધિમાન ગણિકા બોલી કે-“હે સુંદર ! સાંભળો. કોઈ પણ વેપારી દેવેગથી આ નગરમાં આવે છે, તેને વંચનામાં તત્પર આ નગરના સર્વ લોકો મળીને તેનું સર્વસ્વ લઈ લે છે. ત્યારપછી તે લીધેલા ધનમાંથી એક ભાગ રાજાને આપવાવે છે, આમાં બીજે ભાગ મંત્રીને, ત્રીજો ભાગ નગરશેઠને, ચેાથે ભાગ આરક્ષકને, પાંચમે પુરોહિતને અને છઠ્ઠો ભાગ મારી માતા યમઘંટાને આપવામાં આવે છે; અને સર્વ લેકે તેણીની પાસે આવીને સર્વ હકીકત કહી જાય છે, તે મારી માતા અત્યંત બુદ્ધિમાન છે. ઉત્તર પ્રત્યુત્તર આપવામાં પ્રવીણ છે, તેઓને સર્વ પ્રકારની કપટ શિક્ષા પણ તેજ આપે છે. તેથી તેની પાસે હું તમને લઈ જાઉં. ત્યાં તમે પણ તેની વાર્તા સાંભળજે.” એમ કહી રાત્રિને સમયે તેની ઉદાર તાથી હર્ષ પામેલી તે તેને સ્ત્રીને વેશ પહેરાવી અક્કાની પાસે લઈ ગઈ. તે પ્રણામ કરી માતાની પાસે બેઠી. માતાએ પૂછ્યું -“હે પુત્રી ! તારી સાથે આ બાળ કેણ આવી છે?” તેણુએ કહ્યું-“હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401