________________ 36 ક. શ્રી શાંતિનાથ ચરિત્ર. દેવતાનો આદેશ સાંભળી મંત્રી, સામંત વિગેરે પુરવાસી લેકે સંતુષ્ટ થઈ નગરની બહાર ગયા. * ત્યાં પિતાનાજ નગરના રહેનારા વ્યાધ્રને જ જોયો. પછી મેંટે મહિમા કરીને તેને હાથીના સ્કંધપર બેસાડી મંત્રી સામેતાદિકે તેને પુરપ્રવેશ કરાવ્યું. તે અવસરે તે નગરમાં પ્રથમ જે થયું હતું તે સાંભળે-- " વ્યાધ્રની સ્ત્રી પેલા વણિકની દુકાનેથી હમેશાં દાણ વિગેરે લેતી હતી, તેથી તે વાણિયાનું તેની પાસે ઘણું લેણું થયું હતું, તે કારણથી અને બહુ દિવસ થયા છતાં વ્યાધ્રના સમાચાર પણ નહીં આવવાથી તે વણિકે બાળકો સહિત તેની સ્ત્રીને પકડી નગરના આરક્ષકને ઘેર ઘરેણે મૂકી હતી. તે સમાચાર વ્યાધ્રના જાણવામાં -આવવાથી તેણે તે વણિકને તેનું લેણું સર્વ ધન આપી છોકરાંઓ સહિત પિતાની પત્નીને છોડાવી રાજમહેલમાં મેકલી. પછી ત્યાઘ પણ રાજમંદિરમાં આવ્યું. તેને મંત્રી, સામંત વિગેરે સર્વ જજોએ નમસ્કાર કર્યા, પછી સભામાં બેઠેલા વ્યાઘરાજાએ સર્વ જનની સમક્ષ મહા વિસ્મય કરનારી પિતાની કથા કહી બતાવી. પછી છેકરાંઓ સહિત પોતાની પત્નીને રાજાએ વસ્ત્ર અલંકારાદિવડે અત્યંત ખુશી કર્યા. આ પ્રમાણે સત્પાત્ર દાનનું ફળ પ્રત્યક્ષ અને તાત્કાળિક જોઈને તે રાજા નિરંતર સુપાત્રદાન દેવા લાગ્યા. કહ્યું છે કે - "जले तैलं खले गुह्यं, पात्रे दानं मनागपि / ___ प्राज्ञे शास्त्रं स्वयं यान्ति, विस्तारं वस्तुशक्तितः॥१॥" જલને વિષે તેલ, ખલને વિષે ગુપ્ત વાત, પાત્રને વિષે દાન અને બુદ્ધિમાનને વિષે શાસ્ત્ર-એટલી વસ્તુ પિતાની શક્તિથી પિતાની મેળેજ વિસ્તાર પામે છે.” . ' હવે પિતે અનુભવેલા સર્વ દુઃખોને સંભારીને વ્યાધ્ર રાજા સર્વ પ્રાણી ઉપર મંત્રીભાવ રાખવા લાગ્યા, અને સર્વ જનો ઉપર કૃપાને લીધે બની શકે તેટલો ઉપકાર કરવા લાગે. . એકદા તે નગરમાં જ્ઞાનગુપ્ત નારના સૂરિ પધાર્યા. તેમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust