________________ 368 શ્રી શાંતિનાથ ચરિત્ર. બળતા આ ભવ રૂપી ગ્રહમાંથી દીક્ષારૂપી હાથના અવલંબનવડે મને બહાર કાઢે.” આ પ્રમાણે શ્રી શાંતિનાથને વિજ્ઞપ્તિ કરી તે ચકાયુધ રાજાએ અત્યંત વૈરાગ્ય રંગથી પાંત્રીસ રાજાઓ સહિત પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. * પછી તેણે પ્રભુને પૂછયું કે–“હે સ્વામીન !તત્વ શું છે?” પ્રભુએ કહ્યું- “ઉત્પત્તિ.” આ પ્રમાણે પહેલું તત્વ કહ્યું. ત્યારે તે બુદ્ધિમાને એકાંતમાં જઈ વિચાર કર્યો કે–“ ખરેખર, સમયે સમયે નારક, તિર્યચ, મનુષ્ય અને દેવગતિમાં જીવ ઉત્પન્ન થાય છે; પરંતુ જે એ રીતે સમયે સમયે ઉત્પન્ન થયાજ કરે તો ત્રણ ભુવનમાં પણ તેઓ માય નહીં. માટે તેની કાંઈક બીજી ગતિ હશે.” એમ વિચારી ફરી ભગવાનને તેમણે પૂછયું કે–“ હે ભગવન ! તત્ત્વ શું ? " પ્રભુએ કહ્યું-“વિગમએ બીજું તત્ત્વ કહ્યું, તે સાંભળી ફરીથી તેમણે વિચાર્યું કે -" વિગમ એટલે નાશ. તેથી સમયે સમયે જીને નાશ થાય છે એમ સમજાણું, પણ જે એમ વિનાશ થયા કરે તે જગત શૂન્ય થઈ જાય.” એમ વિચારી ફરીથી “હે ભગવન્ ! તવ શું ?" એમ પૂછયું, ત્યારે ભગવાનને ત્રીજું " સ્થિતિ " એ તત્વ કહ્યું. તેનાથી સમસ્ત જગતનું દૈવ્ય સ્વરૂપ જાણીને ચકાયુધ રાજર્ષિએ એ ત્રણ પદને અનુસારે દ્વાદશાંગીની રચના કરી. એજ રીતે બીજા પણ પાંત્રીશ મુનિઓએ ભગવાનના મુખથી ત્રિપદી પામીને દ્વાદશાંગી રચી. પછી તે સર્વે જિનેશ્વર પાસે ગયા. તેમને તેવા પ્રકારનો બુદ્ધિવૈભવ જાણ ભગવાન આસન પરથી ઉભા થયા. એટલે ઇંદ્ર સુગંધી વસ્તુ (વાસક્ષેપ) થી ભરેલો થાળ લઈ જિનેંદ્રની પાસે ઉભા રહ્યા. પછી ભગવાને સમગ્ર શ્રી સંઘને તેમાંથી વાસક્ષેપ આપે. છત્રીશ મુનિઓએ ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરી. પછી તેમના મસ્તક ઉપર શ્રીસંઘે તથા ભગવાને વાસક્ષેપ નાંખ્યો. અને પ્રભુએ તેઓને ગણધર પદે સ્થાપ્યા. ત્યારપછી ભગવાને ઘણા પુરૂને તથા સ્ત્રીઓને દીક્ષા આપી; તેથી સ્વામીને સાધુ સાધ્વીને માટે પરિવાર થયે. જેઓ યતિધર્મ પાળવા અશક્ત હતા એવા શ્રાવક શ્રાવિકા જિનૅ પાસે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કર્યા. એ પ્રમાણે પહેલા સમવસરણમાં ચાર પ્રકારનો સંઘ ઊત્પન્ન થયે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust