________________ 377 શ્રી શાંતિનાથ ચત્રિ. તિપુરમાં ગયેલા રત્ન ચૂડ નામના વણિકને યમઘંટા નામની વેશ્યાએ બુદ્ધિ આપીને વિપત્તિમાંથી ઉગાર્યો હતો તેમ.” તે સાંભળી શ્રીસંઘે પ્રથમ ગણધરને પૂછયું કે–“તે રત્નચૂડ કોણે હતો? તેની કથા કહો.” ત્યારે ગણુધરે તેની નીચે પ્રમાણે કથા કહી રત્નચૂડની કથા. - આજ ભારતક્ષેત્રમાં સમુદ્રને કાંઠે ધનાઢ્ય લોકોથી ભરપૂર તાલિમી નામની નગરી છે. તે નગરીમાં સદાચારી, લક્ષ્મીવાન અને મર્યાદાવાળ રત્નાકર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને સરસ્વતી નામની પત્ની હતી. તે અગષ્ય પુણ્ય, લાવણ્ય, નૈપુણ્ય અને દાક્ષિણ્ય વડે વિભૂષિત હતી. એકદા તે સરસ્વતીએ રાત્રિના પાછલે પહેરે સ્વપમાં મહા તેજસ્વી અને અંધકારમાં ઉદ્યોત કરનાર એક રત્ન પિતાના હાથમાં રહેલું જોયું. પછી જાગૃત થઈને તે વાત તેણે પતિને કહી. પ્રિયાનું તે વચન સાંભળી પતિએ કહ્યું કે-“હેપ્રિયા! આ સ્વપ્નને પ્રભાવથી તને પુત્રરત્નની પ્રાપ્તિ થશે. તે સાંભળી શેઠાણું હર્ષ પામી. અનુક્રમે ગર્ભ સમય પૂર્ણ થયે શુભ લક્ષણવાળે પુત્ર તેણીએ પ્રસ. તેનું સ્વપ્નને અનુસારે રત્નચંડ નામ પાડ્યું. તે પુત્ર પાંચ વર્ષને ત્યારે તેના પિતાએ તેને લેખશાળામાં મૂકી કળાભ્યાસ કરાવ્ય અનુક્રમે તે યુવાન થયો. પછી તે વિચિત્ર શૃંગાર પહેરી ઉદ્ભટ વેષ ધારણ કરી સમાન વયના મિત્રો સાથે નગરના ઉદ્યાનાદિકમાં સ્વેચ્છાથી કીડાવિલાસ કરવા લાગ્યો. એક દિવસ ચતુષ્પથમાં થઈને તે લીલાપૂર્વક ચાલ્યા આવતું હતું, તે વખતે તેની સન્મુખ આવતી રાજાની માનીતી ભાગ્યમંજરી નામની વેશ્યાના ખભા સાથે તે અથડાઈ ગયે. એટલે તે વેશ્યા તેનું વસ્ત્ર પકડી કોપથી હાંસી સહિત બોલી કે“હે શ્રેષ્ઠીપુત્ર ! વિદ્વાનો કહે છે કે તે સત્ય છે કે મનુષ્ય ધનને લીધે . જેતે છતે પણ આંધળા, બહેરે અને મુંગો થાય છે, તેથી જ તું બાળક છતાં, દિવસ છતાં અને મોટે રાજમાર્ગ છતાં સન્મુખ આવતી અને તે પણ નથી, પરંતુ તારે એટલે બધે ધનને મદ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust