________________ 36 શ્રી શાંતિનાથ ચરિત્ર. એક તારે અને બીજું મારે જોઈશે. ધનનું એજ ફળ છે કે તે ખવાય અને દેવાય.” તે સાંભળી વ્યાઘે વિચાર્યું કે-“ખરેખર, આ યોગી મારે હિતકારક જણાય છે, અન્યથા પિતાનું સુવર્ણ મને કેમ આપે ?" એમ વિચારી રસનું તુંબડું ગીની પાસે મૂકી સરલતાથી ગામમાં જઈ માંડા વિગેરે ઉત્તમ ભોજન કરાવી માટીની ઠીબમાં નાંખી તથા વસ્ત્રો પણ લઈ તે ગામની બહાર આવ્યો. તેટલામાં તે યેગી રસનું તુંબડું લઈ તેને છેતરીને ચાલ્યો ગયો. તેથી વ્યાઘે તેને નહીં જેવાથી વિચાર્યું કેઅહો! તે દુષ્ટ યોગીએ મને છેતર્યો. પરંતુ કહ્યું છે કે મિત્રદ્રોહ તદર, હીવિશ્વાસઘાત. ते नरा नरकं यान्ति, यांवच्चन्द्रदिवाकरौ // 1 // " - " મિત્રદ્રોહી, કૃતઘી, સ્નેહીના વિશ્વાસનો ઘાત કરનાર આટલા જ જ્યાંસુધી ચંદ્ર સૂર્ય રહે ત્યાંસુધી નરકમાં રહે છે.” એમ બેલી ભેજનનાં પાત્રો તથા વસ્ત્રો પૃથ્વી પર મૂકી તે મૂછ આવવાથી પૃથ્વી પર પડશે. કેટલીક વારે સંજ્ઞા આવી ત્યારે તે બે કે -" દેવ ! આ જગતમાં શું મારા જેવો બીજે કઈ જ નથી કે જેથી તે મનેજ સર્વ દુ:ખને ભંડાર કર્યો ? પ્રથમ મારે નિર્ધનતાનું દુઃખ તે હતું, ત્યારપછી મેં એવા કરી તે પણ નિષ્ફળ ગઈ, ત્યારપછી રને નાશ અને ત્યારપછી સુવર્ણસિદ્ધિને રસ પણ ગયે. મારે વિષે કેવળ દુઃખની પર પ- રાજ રહી. તેથી હવે તે મારે મરવું એજ શ્રેય છે.” આ પ્રમાણે વિચારી તે એક વૃક્ષ ઉપર ચડ્યા અને તેની શાખા સાથે દેરડું બાંધી પોતાના કંઠમાં નાંખવાની તૈયારી કરતા હત, તેટલામાં માસના ઉપવાસી, ઈસમિતિ શોધવામાં તત્પર અને ગામ તરફ આહાર માટે જતા એક મુનિને જોઈ તેણે વિચાર્યું કે–“ હું વૃક્ષ પરથી ઉતરી આ શુદ્ધ ભજન તથા વસ્ત્રનું દાન આ મુનીશ્વરને આપું, તે મને જન્માંતરમાં પણ દાનના પ્રભાવથી અવશ્ય સુખની પ્રાપ્તિ થશે.” એમ વિચારી વૃક્ષ પરથી ઉતરી મુનિને પ્રણામ કરી તેની પાસે ભેજન તથા વસ્ત્ર મૂકી તે બોલ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust