________________ પણ પ્રસ્તાવ. 365 ચરણને નમન કરવા માટે વ્યાધ્રરાજા પણ ગયે. તેમને પ્રણામ કરી રાજા ઉચિત સ્થાને બેઠે. ત્યારે સૂરિએ તેની પાસે પ્રતિબોધ કરનારી ધર્મદેશના આપી. તે સાંભળી તેણે પૂછ્યું કે-“હે પૂજ્ય! ધર્મનું ફળ મને પહેલાં પણ પ્રત્યક્ષ થયું છે, દાનના પ્રભાવથી મને આ ભવમાંજ રાજ્યની પ્રાપ્તિ થઈ છે, પરંતુ પૂર્વ ભવમાં મેં શું પાપ કર્યું હતું કે જેના પ્રભાવથી મને દુ:ખ જ પ્રાપ્ત થયું ? તે કહો.” તે સાંભળી જ્ઞાનવંત ગુરૂ બોલ્યા કે-“હે રાજા! સાંભળે પૂર્વે કોઈ એક પર્વતની ભૂમિમાં દુર્ગસિંહ નામે પહેલીપતિ રહેતું હતું. જો કે સર્વ ભિલે પરદ્રવ્યને હરણ કરનારાજ હોય છે, તે પણ કેટલાકના પરિણામ સારાં પણ હોય છે અને કેટલાકના અશુભ હોય છે. એકદા તે ભિલે કોઈ ઠેકાણે ધાડ પાડવા ગયા. તેમાંથી એક ભિલ બોલ્યો કે-“આપણું સન્મુખ દ્વિપદ કે ચતુષ્પદ જે કઈ આવે તે સર્વને નિ:શંકપણે મારી નાંખવાં.” બીજે બેલ્યો-“તિર્યંચોને મારવાથી શું ફળ? સ્ત્રી પુરૂષ વિગેરે મનુષ્યોને જ મારવા, કેમકે ગામમાં તેનાથીજ ભય હાય છે.” ત્રીજો બેલ્યા–“સ્ત્રીઓને વધ કરવાથી શું ફળ છે? કેવળ પુરૂષોને જ મારવા.” ચોથે બેલ્યો-“પુરૂમાં પણ જેઓ શસ્ત્રધારી હોય તેમનેજ મારવા, શસ્ત્ર રહિતને મારવાથી શું ફળ છે? પાંચમે બોલ્યો-“શસ્ત્રધારી છતાં પણ જેઓ આપણી સામે યુદ્ધ કરવા આવે તેમનેજ મારવા, બીજાને મારવાથી શું ફળ છે?” છેવટ છઠ્ઠો ભિલ્લુ બેલ્યો કે–“કોઈને મારવા નહીં, માત્ર આપણે ધનનું કામ છે, તેથી કેવળ ધનનું હરણ કરવું.” આ સર્વેમાં જે પહેલે, કહ્યો તે કૃષ્ણલેશ્યાવાળો જાણવો, બીજે નીલલેશ્યાવાળો, ત્રીજો કાપત લેશ્યાવાળે, ચોથે તેજલેશ્યાવાળે, પાંચમો પમલેશ્યાવાળો અને છઠ્ઠો શુકલેશ્યાવાળે જાણવો. એમાં પહેલા ત્રણ પ્રાયે નરકેજ જનારા હોય છે અને બાકીના ત્રણ અનુક્રમે ઉત્તમ ગતિએ જનારા હોય છે. અહિં જે દુર્ગસિંહ નામનો પક્ષપતિ કહ્યો તે અમલેશ્યાવાળે હતે. તે પરદ્રવ્યનું હરણ કરી નિરંતર આજીવિકા કરતો હતો, એકદા વેરસિંહના સૈન્ય તે પલ્લી પતિને બળાત્કારે મારી નાખે. તે મરીને કેટલાંક ભવો તિર્યંચગતિમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust