________________ સૌશાતિનાથ ચરિત્ર. તથા બન્ને બાજુ ચામરે વિઝાવા લાગ્યાં. એ પ્રમાણે મોટી સમૃદ્ધિ પૂર્વક તે રાજને નગર પ્રવેશ કરાવ્યો. તેને જોઈને નગરની સ્ત્રીઓ તેની પ્રાર્થના કરવા લાગી. એ રીતે મંગળશ્રેણીને અનુભવતો તે શૂરપાળ. રાજા રાજમંદિરમાં પ્રવેશ કરી રાજસભામાં બેઠે. તેને મંત્રીઓએ અને સામંત રાજા વિગેરેએ પ્રણામ કર્યા. અનુક્રમે તે નગરમાં શૂરપાળ નામને મહારાજા ખ્યાતિને પામ્યો. * એકદા તેણે પિતાના ચિત્તમાં વિચાર કર્યો કે—“મને આ રાજલક્ષ્મી પ્રાપ્ત થઈ તેનું ફળ શું? કહ્યું છે કે પરદેશમાં પ્રાપ્ત થયેલીલક્ષ્મીનું શું ફળ કે જે લક્ષ્મીને શત્રુઓ જોઈ શકતા નથી અને બંધુઓ જેને ઉપભેગ કરી શકતા નથી ? તેથી કરીને પ્રાપ્ત થયેલી આ લક્ષ્મી શ્રેષ્ઠ નથી; કેમકે મારી ભાર્યા હજુ પિતાની ઈચ્છા પૂર્ણ કરી શકતી નથી.” છે. આ પ્રમાણે વિચાર કરી પિતાના હાથથી કાગળ લખી પિતાના કુટુંબને તેડી લાવવા માટે રાજાએ પોતાના સેવકને મેકલ્યા. તેઓ કાંચનપુર ગયા, પણ ત્યાં શેષ કર્યા છતાં કુટુંબ સહિત મહીપાળ કૈટુંબિક તેમને મળે નહીં. તેટલામાં તે રાજપુરૂને કોઈએ કહ્યું કે –“હે પુરૂષે ! અહીં વૃષ્ટિ નહીં થવાથી દુકાળ પડ્યો છે, તેથી તે મહીપાળને ખેતીમાં કોઈ પણ પાકયું નહીં એટલે ખેતી સિવાય બીજું કાંઈ પણ આજીવિકાનું સાધન નહીં હોવાથી દુ:ખ પામીને તે મહીપાછા કુટુંબ સહિત અન્યત્ર ગયા છે, પરંતુ તે ક્યાં ગયે છે તેની અમને ખબર નથી.” આ પ્રમાણે સાંભળી તે રાજપુરૂષોએ પાછા વળી રાજા પાસે આવી તેને તે વાર્તા કહી બતાવી. રાજા પણ તેવા સમાચાર સાંભળી બહુ ખેદ પાંખ્યા અને પોતાનું કુટુંબ દુ:ખી થયેલ છે એમ સાંભળી પોતાનું રાજ્ય નિષ્ફળ માનવા લાગ્યો. પછી રાજાએ સર્વ દિશાએમાં કુટુંબની શોધ કરવા પિતાના દાંત મેકલ્યા, અને કોઈ પણ માણસ કોઈ પણ દેશથી ત્યાં આવતો તો તેને રાજા સમાચાર પૂછવા લાગે, પરંતુ તેમની કાંઈ પણ શુદ્ધિ જાણવામાં આવી નહીં.. ... અહીં જે વધે તે શૂરપાળ પિતાના ઘરેથી નીકળી ગયે, તેને બીજે વર્ષે મેઘની વૃષ્ટિ ન થવાથી મેટે દુકાળ પડ્યો. તેમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust