________________ - વ8 પ્રસ્તાવ. 345 શિષ્યનું જે અપમાન કરે છે તે શિષ્યને હિતકારક છે, કારણ કે ગુરૂ વારણ અને સ્મારણું વિગેરેવડે શિષ્યની તર્જના સકારણ જ કરે છે.” વળી તેની સ્ત્રીને જે પરાભવ તે તેને જ પરાભવ છે. કેમકે શરીરની પીડાથી જીવ શું પીડા નથી પામતો ? પામે છે.” એમ વિચારી તેઓ સર્વેએ તેની શોધ કરી છતાં પણ તેના સમાચાર નહીં પામવાથી તેના વિરહવડે પીડા પામી પોતપોતાના કાર્યમાં પ્રવર્યા. અહીં શૂરપાળ ઘેરથી નીકળી અનુક્રમે મહાશાળ નામના નગરે પહોંચ્યા. ત્યાં થાકી ગયેલ હોવાથી નગરની બહારના ઉદ્યાનમાં એક જંબુવૃક્ષની છાયામાં સુતે. તેને ગાઢ નિદ્રા આવી ગઈ; પણ તેના પુન્યપ્રભાવથી તે વૃક્ષની છાયા મધ્યાન્હ વીતી ગયા છતાં તેના પરથી દૂર થઈ નહીં. આ અવસરે તે નગરનો રાજા પુત્ર રહિત મરણ પામ્ય; તેથી પ્રધાન પુરૂએ પંચદિવ્ય પ્રગટ કર્યા. તે દિવ્ય બે પ્રહર સુધી ગામમાં ભમીને પછી નગર બહાર જ્યાં શૂરપાળ સુતો હતો ત્યાં આવ્યા. શૂરપાળને જોઈ હસ્તીએ ગર્જના કરી, અને હષારવ કર્યો, તેના પર છત્ર પોતાની મેળેજ વિકલ્વર થયું, કળશે પિતે જ તેના પર અભિષેક કર્યો, અને ચામરે પોતાની મેળેજ વીંઝાવા લાગ્યા. તેને જોઈ જય જય શબ્દ થયો, અને મંગળ ગીતાદિકને શબ્દ પણ ઉછો . તે વખતે મંત્રી અને સામંતોએ તેનાં સર્વ અંગો જોયા, તે તેના હાથ પગમાં ચક, સ્વસ્તિક અને મત્સ્ય વિગેરે શુભ લક્ષણે જોઈ તેઓએ વિચાર્યું કે “આ કઈ મહા પુરૂષ જણાય છે. આના પ્રભાવથી વૃક્ષની છાયા પણ નમી નથી. આ પોતાના પુન્યથીજ આપણે રાજા થયો છે.” આ પ્રમાણે તે સામંત વિગેરે વિચાર કરે છે, તેટલામાં શૂરપાળ નિદ્રા રહિત થઈ “આ શું ?" એમ વિચાર કરવા લાગ્યું. એટલે તત્કાળ પ્રધાન પુરૂષોએ મેટા આગ્રહથી તેને આસન પર બેસાડી નાન તથા વિલેપન કરાવી, વસ્ત્ર અને આભૂષણોથી શણગારી, શ્રેષ્ઠ હાથી પર બેસાડ્યા. તેની ઉપર છત્ર ધારણ કરવામાં આવ્યું; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust