________________ 354 શ્રી શાંતિનાથ ચરિત્ર. - મંત્રીને પૂછયું કે -" મંત્રી ! આ લોકે ક્યાં જાય છે? " * ત્યારે સચિવે રાજાને સૂરિનું આગમન જણાવ્યું. તે સાંભળી " રાજા બે કે –“જે આ નગરવાસી લોકો જ્ઞાનના સૂર્ય સમાન * ગુરૂને નમસ્કાર કરવા જાય છે તે આપણે પણ જઈએ.” મંત્રીએ * કહ્યું–“હે સ્વામી ! એ વિચાર યુક્ત છે.” એટલે તરતજ રાજા માતા પિતા અને પ્રિયા સહિત ઉદ્યાનમાં જઈ તે સૂરિને નમસ્કાર કરીને તેમની સમીપે ગ્ય સ્થાને બેઠે. તે વખતે સૂરિએ રાજાની પાસે શ્રી સર્વજ્ઞભાષિત સંસારસમુદ્રને તરવામાં પ્રવહણ સમાન જિનધર્મની દેશના આપી. તે સાંભળી પ્રતિબંધ પામીને રાજાએ ગુરૂસમક્ષ શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને તેમને નમસ્કાર કરીને - પોતાને સ્થાનકે ગયે. ત્યારપછી શૂરપાળ રાજા હમેશાં સૂરિને નમસ્કાર કરવા આવતે હતો અને ધર્મ સાંભળતો હતો. એકદા અવસર પામીને રાજાએ ગુરૂને પૂછયું કે–“હે પ્રભુ ! મેં પૂર્વ જન્મમાં શું પુણ્ય કર્યું હતું કે જેથી કરીને કષ્ટ વિનાજ આવી શ્રેષ્ઠ રાજ્યલક્ષ્મી મને પ્રાપ્ત થઈ ?" તે સાંભળી સૂરિ બોલ્યા કે– “હે રાજન ! પૂર્વ ભવે તમે અતિથિસંવિભાગ કર્યો હતો, તેથી આવી રાજ્યલક્ષ્મી તમને પ્રાપ્ત થઈ છે. તેનું વર્ણન સાંભળે—• આજ ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર છે. તેમાં વીરદેવ નામે એક શ્રાવક રહેતો હતો. તેને સુવ્રતા નામની ભાય હતી. તે પણ જિનધર્મમાં તત્પર હતી. તે દંપતી ધર્મક્રિયામાં તત્પર રહી ગૃહસ્થાશ્રમને પાળતા હતા. એકદા અષ્ટમીને દિવસે વિરદેવે પિષધ કરી પારણાને દિવસે વિચાર્યુ કે–“જેઓ પર્વ દિવસે ઉપવાસપૂર્વક પિષધ કરી પારણાને દિવસે સાધુને ભાવથી નિરવદ્ય દાન આપે છે, તે પુરૂષોને ધન્ય છે તેથી કરીને જે આજે મને સાધુનો સંયોગ થાય ઘણું સારું” આમ વિચારી ગૃહના દ્વાર તરફ દષ્ટિ રાખીને તે જોવા લાગ્યો, તેવામાં તપસ્યાથી કૃશ શરીરવાળા બે સાધુઓને પોતાના ઘર તરફ આવતા તેણે જોયા એટલે તરત જ તેમની સન્મુખ જઈ તેમના ચરણને નમસ્કાર કરી ભક્તિપૂર્વક પોતાના ઘરમાં તેડી લાવ્યો અને નિર્દોષ આહાર પાણી વિગેરે આપ્યું. પછી થોડીક ભૂમિ સુધી તેમની પાછળ જઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gen Aaradhak Trust