________________ શ્રી શાંતિનાથ ચરિત્ર પ્રભુ કહે છે કે-હે ચકાયુધ ! દાન ઉપર બીજું કથાનક પણ કહું છું તે સાંભળો– सुपात्रदानजाद्धर्मा-दिह लोकेऽपि मानवः / અમદથમવાબોતિ, વ્યાઃ લૌષ્યિો યથા || સુપાત્રદાનથી થયેલા ધર્મથી આલોકમાં પણ મનુષ્ય વ્યાધ્ર નામના કૈટુંબિકની જેમ વાંછિત અર્થને પામે છે. તેની કથા આ પ્રમાણે વ્યાધ્ર કૈટુંબિકની કથા. આજ ભરતક્ષેત્રમાં પારિભદ્ર નામે નગર છે. તેમાં વ્યાધ્ર નામે એક ક્ષત્રિય રહેતો હતો. તે સેવાવૃત્તિને ત્યાગ કરી ખેતી કરવા લાગ્યો હતો. તેના દુર્ભાગ્યને યોગે કેટલાક દિવસે તેનું ધન ક્ષીણ થયું, નિર્ધન પુરૂમાં શિરોમણિ તે થયો તથા આળસુ પણ થયે. " अलसोऽनुपायवेदी, भाग्यरत्यन्तमुज्झितो यस्तु / सीदति पुरूषत्रितयं, केवलमिह जगति बहुरत्ने / / 1 // “આ જગત ઘણા રત્નવાળું છે, તે પણ તેમાં જે આળસુ હાય, જે ઉદ્યમને સમજતો ન હોય તથા જે ભાગ્યથી અત્યંત ત્યાગ કરાયેલ હોય, તેવા ત્રણ જાતિના માણસેજ દુઃખી થાય છે.” આ પ્રમાણે વિચારીને એકદા તેની પત્નીએ તેને કહ્યું કે– “હે કાંત ! તમે નિશ્ચિતની જેમ નિરુદ્યમી થઈને કેમ બેસી રહ્યા છે ?ત્યારે તે બે કે –“હે પ્રિયા ! હું શું કરું ? ભાગ્યની મંદતાને લીધે રાજસેવા અને ખેતી વિગેરે મારા ઉદ્યમે નિષ્ફળ થયા છે.” એટલે પત્નીએ કહ્યું કે –“હે સ્વામિન્ ! જે કે તમે ભાગ્યહીન છે, તો પણ તમારે ઉચિત એવો કાંઈ પણ ઉદ્યમ તે કરવો જોઈએ. કહ્યું છે કે - उद्यमे नास्ति दारियं, जपतो नास्ति पातकम् / मौनेन कलहो नास्ति, नास्ति जागरतो भयम् // 1 // ઉદ્યમ કરવાથી દારિદ્ર નાશ પામે છે, જપ કરવાથી પાપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust