________________ 358 શ્રી શાંતિનાથ ચરિત્ર. ઈચ્છા થવાથી કોઈ વણિકને કહ્યું કે–“હે શેઠ ! મારી સ્ત્રી તમારી પાસે જે માગે તે તમારે મારે ખાતે માંડીને આપવું, હું રાજસેવાથી ધન ઉપાર્જન કરી અહીં આવી તમારૂં સર્વ લેણું : આપી દઈશ, તથા મારી ભાર્યાની ઈચ્છાઓ પણ પૂર્ણ કરીશ.” તે સાંભળી તે વણિકે કહ્યું કે-“ બહુ સારું.” ત્યારપછી કાંઈક ભાતું લઈ વસ્ત્ર અને શસ્ત્ર વિગેરે સામગ્રી તૈયાર કરી તે વ્યાધ્ર શુભ મુહૂતે ઘેરથી નીકળે. અનુક્રમે શંખપુર નામના નગરમાં જઈ સેવકજનને વત્સલ એવા ત્યાંના રસેન રાજાની સેવા કરવા લાગ્યું. તે રાજાએ મધુર વચનવડે તેને અત્યંત ખુશી કર્યો, તેથી વ્યાધ્ર ધનની આશાથી તેની આદરપૂર્વક સેવા કરવા લાગ્યું. કેટલાક દિયસો વ્યતિત થયા, એટલે તે શસ્ત્ર, વસ્ત્ર વિગેરે સર્વ વેચીને ખાઈ ગયે. કાંઈક ધન પાસે રાખ્યું હતું તે પણ ખાઈ ગયે. એક વર્ષ સુધી પગાર વિના તેણે રાજાની સેવા કરી, પરંતુ તે રાજા પાસેથી તેને કોઈપણું ફળ મળ્યું નહીં. ત્યારે ખેદયુક્ત થઈ તેણે વિચાર કર્યો કે-“આ રાજા પ્રથમ ઉદાર વચનવાળો હતો અને અત્યારે અસાર વચનવાળે થયો છે. કહ્યું છે કે- " असारस्य पदार्थस्य, प्रायेणाडंबरो महान् / નહિ તાર ધ્વનિ , યાદશઃ વાંચમાગને ." * “પ્રાયે કરીને જે અસાર પદાર્થ હોય તેને જ આડંબર ઘણે હોય છે, જેમકે કાંસાના પાત્રમાં જે ધ્વનિ હોય છે તે ધ્વનિ સુવર્ણમાં હોતો નથી.” કેટલાએક માણસે માત્ર વચન બોલવામાં જ શૂરવીર હોય છે, પરંતુ કર્તવ્ય કરવામાં શૂરવીર હોતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે "अदातरि समृद्धेऽपि, किं कुर्वन्त्युपजीविनः / વિશુદ્ધિ પુરા કુત, નિતેષ વુમુત્તતઃ || ? " સમૃદ્ધિવાળો છતાં પણ જે તે દાતાર ન હોય તે સેવક તેને શું કરે ? (સેવકેનું દારિદ્ર શી રીતે જાય?) ફળેલું કેસુ P.P. Ac. Gunratnasuri M.S. Sun Gun Aaradhak Trust