________________ શ્રી શાંતિનાથ ચરત્ર. ધન ઉપાર્જન કરી શીધ્રપણે પાછા આવીશ અને તારી ઈચ્છા પૂર્ણ કરીશ. એમ કહી તેણના મસ્તક પર પોતાના હાથવડે વણી બાંધી તથા કાંચળી પહેરાવીને કહ્યું કે -" આ વણે મારા આવ્યા પછી છોડવી, અને મારા આવ્યા વિના આ કાંચળી પણ ઉતારવી નહીં.” એ પ્રમાણે પ્રિયાને કહી શૂરપાળ હાથમાં ખર્ક લઈ ઘર માંથી નીકળી દેશાંતર તરફ ચાલ્યો. તેની પ્રિયા ક્ષણવાર હર્ષ અને વિવાદ પામી પોતાના કાર્યમાં પ્રવતી. પ્રાત:કાળે મહીપાછી વિગેરે સર્વે શૂરપાળને ઘરમાં નહીં જોવાથી ચોતરફ તની શોધ કરી થાકીને તેની પ્રિયાને પૂછવા લાગ્યા કે-“હે ભદ્રશૂરપાળ કયાં ગયો? તે તું કાંઈ જાણે છે?” તેણીએ કહ્યું કે–“હું કાંઈપણ જાણતી નથી.” ત્યારપછી તના સમાચાર નહીં જણવાથી માતા પિતા અને ભાઈઓ વિગેરે સવે પરસ્પર વિચાર કરવા લાગ્યા કે—“ત શૂરપાળને શું કોઈએ કાંઈ પરાભવ કર્યો છે કે જેથી તે ઘરમાંથી જતો રહ્યો ?" ત્યારે તે પુત્રો બોલ્યા કે—-“હે પિતા ! અમે તે કોઈએ તેને પરાભવ કર્યો નથી, કારણ કે પ્રાયે નાનો ભાઈ સાને પ્રિયજ હાય છે.” ફરીથી તેઓએ વહુને પૂછ્યું કે-“હે ભદ્રે ! શું તારી સાથે તન કાંઈ પણ રોષનું કારણે ઉત્પન્ન થયું છે?” તે બોલી કે “મારા ભત્તારને મારી સાથે કોઈ પણ વખત રેષનું કારણ ઉત્પન્ન થયું નથી પરંતુ તેણે જતી વખત પોતાના હાથથીજ મારે વેણીદંડ બાંગે છે. અને તે વખતે તેણે મને કહ્યું છે કે“હે પ્રિયા! આ વેણુદંડ મારે મારા હાથથી જ છોડવાનો છે. આમ કહીને તે ક્યાં પણ ગયા છે, કયાં ગયા છે તેની મને ખબર નથી.” - તે સાંભળી ત્રણે ભાઈઓએ પિતપોતાના મનમાં વિચાર્યું કે–“માતાએ કાંઈક ભેજનાદિકમાં વહુને પરાભવ કર્યો હશે તેથી તે પોતાને પરાભવ થયા જાણે દેશાંતરમાં ગયે જણાય છે. કહ્યું છે કે–અપમાનથી તિરસ્કાર પામેલા માની પુરૂષે માતા, પિતા, બંધુ, ધન, ધાન્ય, ઘર અને સ્ત્રી એ સર્વને દૂરથી તજી દે છે. માતાપિતાએ કરેલા અપમાનથી તથા સ્વામીએ કરેલા અપમાનથી પણ માનરૂપી ધનવાળા પુરૂષે દેશનો ત્યાગ કરે છે. ગુરૂ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust