________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. ત્રણ વહુઓનું વાંછિત પૂર્ણ કર્યું, અને અસંભવિત વાત કરનારી નાની વહુની જેવું તેવું ખાવાની વાંછા પણ હું પૂર્ણ કરૂં.” આ પ્રમાણે વિચાર કરી મહીપાળ ઘેર ગયે અને પિતાની પત્ની પાસે વહુઓની વાત કરી. તે બોલ્યો કે-“હે પ્રિયા ! આજથી ત્રણ વહુએને ઈચ્છિત ભેજન આપવું અને નાનીને જેવું તેવું ખરાબ અન્ન આપવું.” એમ કહીને તે મહીપાળ પણ ક્ષેત્રમાં ગયે. પછી ક્ષેત્રમાં કામ કરી જનને સમય થયો ત્યારે તેનું સર્વ કુટુંબ ઘેર આવ્યું. તે વખતે ધારિણીએ સર્વ પ્રકારનું અન્ન તેયાર રાખ્યું હતું. તેથી પ્રથમ પિતાના ભર્તાર તથા ચારે પુત્રને ભજન કરાવી ત્યાર પછી પતિની કહેલી છવડે ચારે વહુઓને ભેજન કરાવ્યું. તે વખતે તે સર્વે વિસ્મય પામી પરસ્પરનાં મુખ સામું જોઈ વિચાર કરવા લાગી કે-“કઈ પણ કારણથી આજે અમને ઇચ્છિત ભેજન મળ્યું, પણ નાની વહુને ખરાબ અન્નનું ભોજન મળ્યું. તેનું શું કારણ?” એમ વિચારતી તેઓ ભેજન કરીને ઉઠી. શીળમતીએ પિતાના મનમાં વિચાર્યું કે-“મેં કાંઈ પણ બગાડ્યું નથી, છતાં સાસુએ પંક્તિભેદ કર્યો તેનું શું કારણ?” કહ્યું છે કે– - " पंक्तिभेदी वृथापाकी, निद्राच्छेदी निरर्थकम् / धर्मद्वेपी कथाभंगी, पञ्चैते अन्त्यजाः स्मृताः // 1 // " " “પંક્તિને ભેદ કરનાર, ફગટ રાઈ કરનાર, કારણ વિના બીજાની નિદ્રાને છેદ કરનાર, ધર્મને (ધાણીનો ) દેષ કરનાર અને કથાનો ભંગ કરનાર આ પાંચને ચંડાળ જેવા કહેલા છે.” ત્યાર પછી તે ચારે વહુઓ ફરીથી ક્ષેત્ર તરફ ચાલી. માર્ગમાં મોટી ત્રણ વસ્તુઓ બેલી કે-“આજે આપણા મનોરથ પૂર્ણ થયા; પરંતુ આ શીળમતીએ જેવું ચિંતવ્યું હતું તેવું જ તેને મળ્યું પ્રાયે કરીને પુણ્યવંતને ચિત્તાનુસારી ફળની પ્રાપ્તિ થાય છે, તેથી બુદ્ધિમાને તુછ મનોરથ કરવા નહીં.” ત્યારે સાથે ચાલતી શીલમતી બેલી કે–“આવી સારા સારા ભેજનની વાંછાથી શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust