________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. ( સાધુ ), વલ્લકી ( વીણ), વિદ્યા, વીર ( સુભટ ), વિવેક, વિત્ત, વિનય, વેશ્યા, વણિક, વાહિની (સેના), વસ્ત્ર, વારણ (હાથી), વાજિ ( અશ્વ ) અને વેસર (ખચર)–આટલી (વકારથી ઓળખાતી) શ્રેષ્ઠ વસ્તુઓ હોય તે રાજ્ય શોભે છે. ' તે પુરમાં જિતારી નામને રાજા સામ્રાજ્યનું પાલન કરતે હતું. તેને સુલોચના નામે રાણી હતી. તે નગરમાં એક મહીપાળ નામનો ક્ષત્રિય રહેતો હતો. તે નિરંતર ખેતીનો ધંધો કરતા હતા. તને ધારિણી નામની ભાર્યા હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા ધિરણીધર, કીર્તિધર, પૃથ્વી પાળ અને શૂરપાણી નામના તેને ચાર પુત્રો હતા. તે ચારે અનુક્રમે બાલ્યાવસ્થાને ઓળંગી ચોવન વય પામ્યા ત્યારે તેમને અનુક્રમે ચંદ્રમતી, કીર્તિમતી, શાંતિમતી અને શીલામતી નામની કન્યા સાથે પરણાવ્યા. એકદા વષકાળમાં તે ચારે મહીપાળના પુત્રે પાછલી રાત્રિએ પિતાના ઘેરથી નીકળીને ક્ષેત્રમાં કામ કરવા માટે ગયા. તેમની પાછળ તેમની ભાર્યાએ પણ ત્યાં જવા નીકળી. માર્ગમાં તેઓ જતી હતી તેટલામાં ગર્જના કરતા મેઘ વરસવા લાગ્યા તેથી તે સ્ત્રીઓ પાસે રહેલા એક ઘટવૃક્ષની તળે જઈ તેને આધારે ઉભી રહી. તેમની પાછળ તેમને સસરે પણ ક્ષેત્ર તરફ જવા નીકળે. તે પણ વૃષ્ટિના જળનું નિવારણ કરવા માટે તેજ વટવૃક્ષની નીચે બીજી બાજુએ ગુપ્ત રીતે ઉભે રહ્યો. તે વખતે ત્યાં હેલા પોતાના સાસરાને નહીં જાણતી તે ચારે વહુઓ નિર્જન સ્થાન જાણીને ઈચ્છા પ્રમાણે પરસ્પર વાતો કરવા લાગી. તે વાતે સસરે પણ . સાવધાનપણે સાંભળવા લાગે. પ્રથમ ચંદ્રમતી નામની મોટી વહુ બોલી કે –“હે સખીઓ ! અત્યારે પિતાપિતાને જે ઈષ્ટ હોય તે એ લો. " તે સાંભળી શીલમતી બોલી કે–“કદાચ અહીં બીજા કાન પણ સાંભળતા હાય, માટે પિતાના મનની વાત કરવી એગ્ય નથી. તે સાંભળી બીજી બેલી કે–“હે શીલમતી ! તું, ભય ન પામ, અહીં કોઈ નથી.” ત્યારે નાની વહુ બેલી –“તે તમે સર્વે અનુક્રમે પિતપોતાની ઈચ્છા જણાવે, મારે વારે આવશે એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust