________________ 238 શ્રી શાંતિનાથ ચરિત્ર, કર્યું છે અને જેટલું બાકીમાં છે તેને અનુસરે વિચારી જોતાં હજુ દિવસનો ઉદય સંભવતો નથી, માટે જરૂર કોઈ દેવની આ માયા જણાય છે. એ પ્રમાણે વિચારી તે મનજ રહ્યો. ત્યારપછી તે દેવે તેના મિત્રનું રૂપ કરી સુગંધી વિલેપન અને પુષ્પ તેની પાસે મૂકયાં, પરંતુ તે શ્રાવકે તેને સ્પર્શ પણ કર્યો નહીં, તેમજ બે પણ નહીં. આ પ્રકારે તે શ્રેભ પામ્યું નહીં, ત્યારે તે દેવ પોતાની માયાવડે એક પુરૂષનું રૂપ કરી તે પુરૂષ તેની ભાયોને વિડંબના કતે દેખાડ્યો; તોપણ તે શ્રેષ્ઠ શ્રાવક કેપ કે ક્ષેાભ પાપે નહીં. આવી રીતે અનુકૂળ ઉપસર્ગમાં તેને નિશ્ચળ જઈ ત દેવ સિંહ અને પિશાચ વિગેરેનાં રૂપે કરી તેને પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા, તો પણ તે ભ પાપે નહીં, ત્યારે તે દેવ પોતાનું રૂપ પ્રગટ કરી ઈંદ્ર કરેલી પ્રશંસાનું સ્વરૂપ કહીને બોલ્યા કે હું શ્રાવક ! હું તારું શું પ્રિય કરું ?" તે સાંભળી તેણે નિઃસ્પૃહ પણાને લીધે કાંઈ પણ માગ્યું નહીં. ત્યારે ફરીથી દેવ છે કે“હે શ્રાદ્ધ! દેવનું દર્શન નિષ્ફળ હોતું નથી, તેથી કાંઈ પણ માગ.” ત્યારે જિનચંદ્રે કહ્યું કે–“હું દેવ ! લોકમાં જિનધમની પ્રભાવના થાય તેવું કર.” તે સાંભળી તે દેવે પોતાના પરિ વાર સહિત જિનચૈત્યમાં જઈ અષ્ટાહિકા મહોત્સવ કચો, સુગધી પુષ્પાવડે શ્રીજિનેશ્વરની પૂજા કરી. જિનેશ્વરની પાસે બાહુદંડને ઉચા કરીને તે નૃત્ય કરવા લાગ્યું. તે જોઈ સર્વ માણસ આશ્ચર્ય પામી બોલ્યા કે– અહો ! શ્રીજિન ધર્મનું માહાસ્ય કેવું છે ?" દેવ પણ બોલ્યો કે -" આ જિન ધર્મનો પ્રભાવ ઉપવૃક્ષ અને ચિંતામણિથી પણ અધિક છે. તેના પ્રભાવથી પ્રાણીઓ સ્વગ અને મોક્ષનું સુખ પામે છે. તેથી સુખના અથીઓએ શ્રીજિનશાસનને વિષે વ્રતના આરાધનમાં સર્વથા યત્ન કરે.” આ પ્રમાણે દેવનું વચન સાંભળી લોકો પણ જિનભક્તિ કરવામાં તત્પર થયા. આ પ્રકારે તે દેવ શ્રીજિન ધર્મના પ્રભાવના કરી જિનચંદ્ર શ્રાવકની રજ લઈ ધર્મ દેવલોકમાં ગયે. જિનચંદ્રનું મન દેવથી પણ ચલાયમાન થયું નહીં. છેવટે તે નિરતિચારપણે ધર્મ એવી સ્વર્ગ ગયો. ત્યાંથી વી અનુકમ મોક્ષ પામશે. ઈતિ પૌષધ તે જિનચંદ્ર કહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust