________________ 336 શ્રી શાંતિનાથ ચરિત્ર. આજે દેશાવકાશિક વ્રત ગ્રહણ કર્યું છે. આજે ચૈત્ય વિના બીજે કયાઈ પણ ઘર બહાર જવાનું નથી.” ફરીથી મિત્ર બેલ્યો કે-“હે મિત્ર ! આજે મોટો લાભ મળે તેમ છે, તો તે તું કેમ ગ્રહણ નથી કરે? વળી વ્રત તો બીજે કોઈ પણ દિવસે કરી લેજે.” ગંગદને કહ્યું–“હે મિત્ર! જેનાથી ધર્મની હાનિ થાય તેવા મેટા આરભવાળા લાભથી શું ફળ છે? હું તેને ઈચ્છતો નથી.” તે સાંભળી તેને દઢ નિશ્ચય જાણી તે મિત્ર પિતાને ઘેર ગયે. ત્યારપછી વ્રત પૂર્ણ થયું, ત્યારે બીજે દિવસે ગંગદત્ત તે સાથે મધ્યે ગયો. તે વખતે સર્વ કરિયાણું એમ ને એમજ જોયું, કેઈએ લીધું નહોતું. તેથી તેણે તે સર્વ કરિયાણું ખરીદ કરી ચોટામાં વેચીને માટે લાભ ઉપાર્જન કર્યો. તે વખતે ગંગદતે વિચાર કર્યોકે–“ખરેખર, આ ધર્મનોજ પ્રભાવ છે, તેથી આ સર્વ ધન મારે દેવગ્રહાદિક ધર્મસ્થાનમાંજ વાપરવું યોગ્ય છે.” એમ વિચારી તે શ્રેષ્ઠીએ વિવિધ પ્રકારે જિનેશ્વરની પૂજા કરી, અને શ્રી સંઘનો ભક્તિપૂર્વક વસ્ત્ર, ભજન અને તાંબુલ વિગેરે વડે માટે સત્કાર કર્યો. આ પ્રમાણે ધર્મને વિશે ઉદ્યમ કરી છેવટ અનશન વડે મરણ પામીને તે સ્વર્ગ ગયે. ત્યાંથી આવીને અનુક્રમે મેક્ષ સુખને પામશે.” .. ઈતિ દેશાવકાશિક વ્રત ઉપર ગંગદત્તની સ્થા. - પ્રભુ બોલ્યા કે—“હે ચકાયુધ રાજા ! તમારી પાસે મેં દષ્ટાંત સહિત દેશાવકાશિક વ્રતની વ્યાખ્યા કરી. હવે દષ્ટાંત સહિત પષધ વ્રત કહું છું, તે પિષધ વ્રત પુણ્યની પુષ્ટિને માટે ઉત્તમ શ્રાવક અવશ્ય દરમાસે ચાર પર્વોમાં (બે અષ્ટમી ને બે ચતુદશી) કરે છે. તે પિષધ ચાર પ્રકારનો છે. તેમાં પહેલે આહાર પાષધ, તે સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. સર્વથી આહાર પિષધ ચતુર્વિધ આહારનો ત્યાગ કરવાથી થાય છે અને દેશથી આહારપિસહ ત્રિવિધ આહારનો ત્યાગ (ઉપવાસ ) કરીને અથવા તો આચામ્સ, નીવી કે એકાસણાના પચ્ચખાણામાંથી કોઈપણ પચ્ચ - ખાણ કરીને કરી શકાય છે. બીજે દેહસત્કાર નામનો પિષધ છે, તે સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. તેમાં સર્વથા પ્રકાર P.P. Ac. Cunratnasuri M.S. Jun Gun Aaradhak Trust