________________ વિષ્ટ પ્રરતા. 337. શરીરના સત્કારને ત્યાગ કરવો તે સર્વથી અને સ્નાન વિગેરેનેજ માત્ર ત્યાગ કરે તે દેશથી શરીરસત્કાર પિષધ કહેવાય છે. ત્રીજો બ્રહ્મચર્ય નામનો પિષધ છે, તેના પણ બે ભેદ છે. તેમાં સ્ત્રીઓને હસ્ત સ્પર્ધાદિક પણ ન કરે તે પહેલે ભેદ, અને માત્ર એકલા મથુનનોજ ત્યાગ કરો અને હસ્ત સ્પર્ધાદિકની છુટ રાખવી તે બીજો ભેદ જાણવા. તથા ચા અવ્યાપાર નામનો પૈષધ છે. તે પણ બે પ્રકારનો છે. તેમાં સર્વ સાવધ વ્યાપારનો ત્યાગ કરે તે પહેલે અને કોઈ કોઈ વ્યાપારનોજ માત્ર ત્યાગ કરવો તે બીજે ભેદ જાણ. (પિસહ કરવામાં આવે છે તેમાં આહાર પાસહ દેશથી કે સર્વથી થાય છે. બાકીના ત્રણે પ્રકારના પાસહ સર્વથીજ થાય છે. ) આ વ્રત ઉપર જિનચંદ્રનું દ્રષ્ટાંત છે.” તે સાંભળી ચકાયુધે તે કથા સંભળાવવા પ્રાર્થના કરતાં પ્રભુએ તે કથા કહી તે આ પ્રમાણે– જિનચંદ્રની કથા. આજ ભરતક્ષેત્રમાં સુપ્રતિષ્ઠિત નામે નગર છે. તેમાં અને તવીર્ય નામનો રાજા રાજ્ય કરતો હતો. તે પુરમાં જૈનધર્મમાં અતિ નિશ્ચળ જિનચંદ્ર નામે શ્રાવક રહેતું હતું. તેને મનોહર રૂપવાળી સુંદરી નામની પત્ની હતી. એકદા જિનચંદ્ર શ્રાવક કોઈ પર્વ દિવસે શુભ વાસનાથી પિષધ ગ્રહણ કરી પિષધશાળામાં રહેલો હતો. તે અવસરે શક ઈંદ્ર અવધિજ્ઞાનવડે તેને પિષધમાં અત્યંત નિશ્ચળ જાણું દેવાની સભામાં તેની પ્રશંસા કરી કે— " અહો જિનચંદ્ર નામનો શ્રાવક પૈષધવ્રતમાં એટલો બધો નિશ્ચળ છે કે તેને દેવો પણ ચલાવી શકે તેમ નથી.” તે સાંભળી કોઈ દેવ તેની પ્રશંસા નહિ સહન થવાથી ઇંદ્રની રજા લઈ તેની પરીક્ષા કરવા આવ્યું. તે વખતે દેવે માયાવડે પ્રાત:કાળે થયા વિના જ અકાળે સૂર્યોદય કરી તેની બહેનનું સ્વરૂપ કરી તેને કહ્યું કે–“હે બંધુ ! તારે માટે મેં આ ભેજન આપ્યું છે; સૂર્યોદય થયો છે, માટે પિષધ પારીને પારણું કર.” આ પ્રમાણે હેનનું વચન સાંભળી તેણે વિચાર્યું કે–“જેટલું ધર્મધ્યાન વિગેરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust