________________ વછ પ્રસ્તાવ. 335 * દિવસે શાંત થઈ અને તેનું શરીર સ્વસ્થ થયું. ત્યારપછી તે વસંતપુર પત્તન વ્યાપારાર્થે ગયા, ત્યાં કરિયાણું વેચી અધિક લાભ પ્રાપ્ત કર્યો. ત્યાંથી પાછા વળી પિતાને ઘેર આવી શુભ ધ્યાનમાં તપર થઈ સાતે ધર્મક્ષેત્રમાં ધનનો વ્યય કરી તે ગૃહસ્થાવાસનું પાલન કરવા લાગ્યો. છેવટ અંતકાળે આરાધના કરી અનશનવડ મરણ પામીને તે સ્વર્ગે ગયે. ત્યાંથી એવીને અનુક્રમે તે મોક્ષ પામશે. * ઇતિ સામાચિક ઉપર સિંહ શ્રાવકની કથા. “હવે બીજું દેશવકાશિક નામનું શિક્ષાત્રત કહું છું. આ વ્રતમાં દિવ્રતના પરિમાણને, તેમજ બીજાં સર્વ વ્રતોને હંમેશાં સંક્ષેપ કરવાનો છે. તેના આનયન પ્રગ વિગેરે પાંચ અતિચારો છે. આ વ્રત શુદ્ધ રીતે પાળ્યું હોય તો તે ગંગદત્ત શ્રાવકની જેમ આ લોક તથા પરલોકમાં સફળ થાય છે. આ પ્રમાણે ભગવંતે કહ્યું એટલે ગંગદત્તની કથા શ્રાવકે એ પૂછી. ભગવંતે તેની કથા કહી તે આ પ્રમાણે— ગંગદત્ત શ્રાવકની કથા. આજ ભરતક્ષેત્રમાં શંખપુર નામનું નગર છે. તેમાં ગંગદત્ત નામે પ્રસિદ્ધ એક વણિક રહેતો હતો. અન્યદા તેણે ગુરૂની પાસે શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. તે નિરંતર બાર વ્રતનું પાલન કરતો હતો. એકદા તેણે દેશાવકાશિક વ્રત ગ્રહણ કર્યું, તેમાં તેણે ધાર્યું કે -" આજે મારે ચૈત્ય સિવાય બીજે કઈ પણ ઠેકાણે ઘર બહાર જવું નહીં.” આ પ્રમાણે અભિગ્રહ લઇને તે ઘેર રહ્યો હતે. તેવામાં તેના કોઈ મિત્ર વણિકે આવી તેને કહ્યું કે “આજે નગર બહાર એક સાથે આવ્યો છે. જે તું ત્યાં આવે તે આપણે બન્ને ત્યાં જઈ મોટે લાભ થાય તેવું કરિયાણું લઈએ.” તે સાંભળી ગંગદાસે કહ્યું કે–“હે મિત્ર ! હું આજે આવી શકીશ નહીં. મેં 1 પરિમાણ બહારની ભૂમિમાંથી કોઈ વસ્તુ બીજા પાસે મંગાવવી તે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust