________________ 334 . શ્રી શાંતિનાથ ચરિત્ર હવે ચાર શિક્ષાવ્રતો કહું છું. તેમાં પહેલું સામાયિકવત છે. તે વ્રત આરાધવાથી રસ અને સ્થાવર જીવોને વિષે સમતા : ભાવ પ્રાપ્ત થાય છે. તેવું સામાયિક દરરોજ કરવા લાયક છે. સામાયિક કરવાથી તેટલો વખત શ્રાવક પણ સાધુ જે થાય છે અને નિશ્ચળ ચિત્તવડે સામાયિક કરવાથી ભવ્ય જીવોને સિંહ શ્રાવકની જેમ સુખ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે પ્રભુની વાણી સાંભળી સભામાં બેઠેલા મનુષ્યએ પૂછ્યું કે-“હે સ્વામી ! તે સિં હશ્રાવક કોણ હતો ?" ત્યારે શ્રી શાંતિનાથ જિનેશ્વરે તેની કથા કહી, તે આ પ્રમાણે-- | સામાયિક વ્રત ઉપર સિંહ શ્રાવકની કથા. આજ ભરતક્ષેત્રમાં રમણીય નામના પુરમાં શૂરવીરમાં શિરોમણિ હેમાંગદ નામનો રાજા હતા. તેને હેમથી નામની રાણી હતી. તે નગરમાં જિનદેવ નામે એક શ્રાવક રહેતા હતા. તેને જિનદાસી નામની ભાર્યા હતી. તેની કુથિી ઉત્પન્ન થયેલા સિંહ નામને તેમને પુત્ર હતો. તે અનુક્રમે સુશ્રાવકોમાં અગ્રેસર થયો. તે સિંહ હમેશાં સામાયિક ગ્રહણ કરી બન્ને સંધ્યા વખતે પ્રતિક્રમણ કરતા હતે. એકદા તે સિંહ સાથેની સાથે દ્રવ્ય ઉપાર્જન કરવા માટે કરિયાણ ગ્રહણ કરી ઉત્તરાપંથ તરફ ચાલ્યા. માર્ગમાં કોઈ અટવીને વિષે નદીને કાંઠે તે સાથે પડાવ નાખ્યું. ત્યાં પણ સિંહે સામાયિક ગ્રહણ કર્યું. તે વખતે ત્યાં પુષ્કળ મચ્છરોને સમૂહ જણાય. તેને નિવારવા માટે સાર્થના લોકોએ ઘણે ધુમાડે કર્યો. ત્યારે તે સર્વે મચ્છરો ધુમાડાથી વ્યાકુળ થઈને સિંહ પાસે ગયા. મહા સત્ત્વવાળા સિં હ મેરૂની જેમ નિષ્કપણે તે મચ્છરને પરિષહ સહન કર્યો. ત્યારપછી તરત જ દક્ષિણ દિશાનો વાયુ આવવાથી તે મછરે જતા રહ્યા. સિંહને ઉપસર્ગ પિતાની મેળે જ દૂર થયે. સામાયિકનો કાળ પૂર્ણ થયું ત્યારે સિંહે સામાયિક પાયું, પરંતુ મચ્છરના ડંશથી તેનું શરીર સેજાવાળું થઈ ગયું, તેથી તેને અત્યંત પીડા થવા લાગી. તે પીડા કેટલેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust