________________ 2. વટ પ્રતાવ : 341. હું પણ કહીશ.” તે સાંભળી પ્રથમ મેટ ચંદ્રમતી બેલી કે - “સારી રીતે ચઢેલી ઉની ઉની ખીચડી અને તેમાં જે તાજુ ઘી હોય તે તે મને અત્યંત ગમે છે, અને તેની ઉપર દહીં અથવા ઘીની સાથે ઉની રાબ હોય અને તેની સાથે કેરીનું અથાણું હોય તો તે મને બહુ ભાવે છે. ત્યારપછી બીજી કીતિમતી બોલી : કેિ—“ મને ખાંડ અને ઘી સહિત ખીર ભાવે છે; અથવા ઘી સહિત દાળ ભાત અને તેની સાથે તીખું અને ખાટું શાક હોય તે તે મને બહુ રૂચે છે.” પછી ત્રીજી શાંતિમતી બેલી કે– " મારી વાંછા સાંભળે. સારા લાડુ અને પકવાન્ન મને બહુ પ્રિય છે, તથા માંડા અને પુરી વિગેરે મને વધારે ભાવ છે. " ત્યારપછી ચાથી શીલામતી બાલી કે -" હું અને વિષે એવી ઈચ્છાવાળી નથી; કેમંકે લોકમાં કહેવત છે કે " પેટ માત્ર અન્નજ માગે છે, પણ કાંઈ કુર (મીઠાઈ પકવાન્ન વિગેરે ) માગતું નથી.' તેથી મારી તો એવી ઈચ્છા છે કે –“ઉત્તમ સુગંધી જળથી સ્નાન કરી, ચંદનાદિકનો શરીરે લેપ કરી, શ્રેષ્ઠ લસ્ત્રો પહેરી તથા વિશિષ્ટ અલંકારોથી શરીર શણગારી સસરાને, જેઠને અને ભતોરને ભોજન કરાવી. ઘરના બીજા સમગ્ર જનોને સંતુષ્ટ કરી તથા દીનાદિકને દાન આપી પછી બાકી રહેલું જેવું તેવું કાંઈક ભોજન કરાય તે મારી વાંછા પૂર્ણ થાય.” આ પ્રમાણે શીલમતીએ પોતાનો અભિપ્રાય કહ્યો. તે સાંભળી બીજી બોલી કે -" આ તારી ઈચ્છા ન બની શકે તેવી છે. કારણ કે કણબીના ઘરમાં તેવા પ્રકારનું ઉત્તમ ભોજન પણ દુર્લભ છે, તે પછી ઉત્તમ વસ્ત્ર અને આભૂષણની તે શી વાત કરવી ? આ પ્રમાણે તેઓ વાર્તા કરતી હતી, તેટલામાં મેઘની વૃષ્ટિ વિરામ પામી. તેથી તે ચારે સ્ત્રીઓ ક્ષેત્રમાં ગઈ. અહીં મહીપાળ તે વહુઓની વાર્તા સાંભળીને પિતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે –“અહો ! મારી ચારે પુત્રવધુમાં ત્રણ વધુઓ તો કેવળ ભેજનની જ ઈચ્છા કરે છે, તો ખરેખર તેમની સાસ તેમને ઇચ્છા પ્રમાણે ભેજન પણ આપતી નહીં હોય. તેથી આજે ઘેર જઈ મારી પ્રિયાને રૂબકે આપી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust