________________ 350 - શ્રી શાંતિનાથ ચરિત્ર. કે-“મારી આજ્ઞા નહિ માને તો તારું સારું નહીં થાય.” તે સાંભળી - તે બોલી કે-“હે દેવ! સારું થાય કે ન થાય, પરંતુ હું મારા નિરીથનો ભંગ નહિ કરું. નીતિકાર કહે છે કે લક્ષ્મી આવે અથવા જાઓ, માણસે ગમે તેમ બેલે અને જીવિતવ્ય કે મરણ ગમે તે થાઓ તે પણ સત્પરૂ ન્યાયને છોડતા નથી.” તે સાંભળી રાજાએ કહ્યું કે-“હે સેવકે! આ સ્ત્રીને કેદ કરે, આ મારી આજ્ઞાનો ભંગ કરે છે.” તે સાંભળી રાજાના સેવકે તેને કેદખાના તરફ લઈ જવા લાગ્યા. આંટલું કર્યા છતાં પણ તેણીએ પિતાને નિશ્ચય છેડો નહીં. ત્યારે રાજાએ સંતુષ્ટ થઈ તેણીને ફરીથી પિતાની પાસે બોલાવી અને કહ્યું કે-“હે ભદ્ર! શરીરની શેભાનો નાશ કરનાર આ ખરાબ કાંચળીને શા માટે છેડતી નથી?” તેણી બેલી કે “આ મસ્તક પર વેણી મારા ભરે બાંધી છે તથા આ કાંચળી પણ તેણે પિતાને હાથેજ પહેરાવી છે, તેથી તે મારા ભર્તારના હાથથીજ છુટશે, અન્યથા છુટશે નહીં. " ત્યારે તે બે કે-“હું તારે ભર્તાર થાઉં છું, માટે હવે તું તે કંચુકને મૂકી દે.” તે સાંભળી શીળમતી બેલી કે-“હે દેવ ! આવું વચન તમારે બેસવું યેગ્ય નથી; કારણ કે તમે પૃથ્વીના પાળક છે. તમે અન્યાય નિવારણ કરનાર છે. જેઓ કુશળવાળા હોય છે, તેઓ સતીઓનું શીળ ખંડન કરવા પ્રવર્તે છે; પરંતુ તમારી જેવાને તેમ કરવું યોગ્ય નથી. જો તમે પણ આવું અઘટિત કાર્ય કરશે તે “જેનાથી રક્ષણ તેનાથી જ ભક્ષણ” એ વાક્ય સત્ય થશે. શાસ્ત્રમાં કહ્યું છે કે–જે નિર્લજજ પુ રૂષ પરસ્ત્રીનું સેવન કરે છે તેણે પિતાનું કુળ, પરાક્રમ અને ચરિત્ર, ને કલંકિત કર્યું છે, તેણે સમગ્ર પૃથ્વી પીઠ ઉપર અપયશને પડહ વગડાવ્યું છે અને મેટા મૂલ્યવાળું શીળરત્ન તેણે ધુળમાં રેળ્યું છે એમ જાણવું.” આ પ્રમાણે તે બેલી ત્યારે પાસે રહેલા રાજપુરૂએ તેને કહ્યું કે-“હે ભદ્ર! જે સ્વામીની અન્ય સ્ત્રીઓ પોતે જ પ્રાર્થના કરે છે, તે આ અમારા રાજા પોતેજ તારી પ્રાર્થના કરે છે તો તેની અવગણના તું કેમ કરે છે?” તે સાંભળી શીળમતી બેલી કે-“મારે શરીરે મને પરણેલા પતિને સ્પર્શ થવાને અથવા અગ્નિને સ્પર્શ થવાને. મારા જીવતાં મારે શરીરે અન્ય પુરૂષને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust