________________ ૩ર૧ ક્ષણ પ્રસ્તાવ. “ધાત ધમ્યા વિના ધનની આશા, મસ્તક મુંડાવ્યા વિના રૂપની આશા અને વેશ ધર્યા વિના ઘરની આશા–આ ત્રણે આશા મારે તો નિરાશાના રૂપમાં થઈ છે.” આ પ્રમાણે વિચારીને તે એકદા ધાતુના વિષયમાં ભગ્ન ચિસવાળો–ઉત્સાહ રહિત થઈને રાત્રીએ સતે હતો, તેવામાં તે ધાતુવાદી પુરૂષોએ તેને નિદ્રામાં ઘેઘુર જોઈ તેના વસ્ત્રને છેડેથી મણિ છોડી લઈ તેને સ્થાને તેવા જ બીજે પત્થરને કકડે આપી દીધો. ત્યારપછી પ્રાત:કાળે તે સુલસ ઉઠીને ત્યાંથી ચાલ્યા અને અનુક્રમે અટવીશીર્ષક નામના નગરમાં પહોંચ્યા. ત્યાં તે રત્ન વચવાને માટે તેણે પોતાની ગાંઠ છેડી, એટલે રત્નને ઠેકાણે પત્થર જોઈ તે વિચારવા લાગ્યા કે -" અહો ! તે ધાતુવાંટીઓથી હું હું ટા, અથવા તો તેમને શે દેષ છે? મારા કર્મને જ આ દેષ છે.” એમ વિચારી તે મનમાં રવા લાગ્યું. એકદા તેણે વિચાર્યું કે– “મારૂં જીવિતવ્ય પણ વૃથા છે, તથી મારે પ્રાણત્યાગ કરે એજ યોગ્ય છે. " એમ વિચારી કૃષ્ણ પક્ષની ચતુર્દશીની મધ્ય રાત્રી સમયે તે સુલસ સ્મશાનભૂમિમાં જઈ ઉંચે સ્વરે બોલ્યો કે—“ હે વેતાલ, ભૂત અને રાક્ષસે ! તમે સર્વે સાવધાન થઈને મારું એક વચન સાંભળે. હું મહામાંસથચું છું, જેની ઈચ્છા હોય તે ગ્રહણ કરે.” આ પ્રમાણેનું નું વચન સાંભળીને ભૂત, પ્રેત અને વેતાલ વિગેરે સર્વે કિલકિલ શબ્દ કરતા જાણે ભૂખ્યા હોય તેમ તત્કાળ હાથમાં શસ્ત્ર ધારણ કરીને હર્ષથી નૃત્ય કરતાં ત્યાં પ્રગટ થઈ બોલ્યા કે–“હે પુરૂષ ! જે તે વૈરાગ્ય પામીને મહામાંસ આપે છે તે અહીં ભૂમિ પર પડ. અમે તારૂં માંસ ગ્રહણ કરીએ.” તે સાંભળી સુલસ નિર્ભય થઈને ત્યાં ભૂમિપર પડ્યો. પછી સવે ભૂતાદિક તેનું માંસ ગ્રહણ કરવા માટે તૈયાર થઈને જેટલામાં તેની તરફ ભમે છે તેટલામાં જિનશેખર દેવ સુલસને તેવી અવસ્થા પામેલા જાણી શિઘપણે ત્યાં આવ્યો. તેને જોઈ ભૂતાદિક રાઈ નારણી ગયા. ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust