________________ - ,. કંઈ બરનાવ.. કરક છે–સચિત્ત આહાર, સચિત્ત મિશ્ર આહાર, 2, ૬૫કવ આહાર, અપકવ આહાર *, અને તુચ્છ એષધિનું ભક્ષણ , આ પાંચ અતિચારો ભેજનને વિષે જાણવા તથા કર્મને વિષે અંગાર કર્મ વિગેરે પંદર કર્માદાનો તેજ પંદર અતિચારો જાણવા. હે ચકાયુધ રાજા ! આ સર્વ અતિચારો તારે વજેવા ગ્ય છે. અહીં ભેગના વિષય ઉપર જિતશત્રુ રાજાનું અને ઉપગ ઉપર નિત્યમંડિતા બ્રાહ્મણીનું દષ્ટાંત છે.” આ પ્રમાણે ભગવંતનું વચન સાંભળી ચકાયુધ રાજાએ તેમની કથા પૂછી, એટલે પ્રભુ મધુર વાણુથી બોલ્યા કે - જિતશત્રુ રાજાની કથા. આજ ભરતક્ષેત્રમાં વસંતપુર નામનું નગર છે. તેમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને સુબુદ્ધિ નામને મંત્રી હતા. તે રાજાને અતિ વલ્લભ અને માનીતો હતો. એકદા વિપરીત શિક્ષા વાળા બે ઘોડા ઉપર રાજા અને મંત્રી બેઠા. તે અશ્વો તેમને નિર્જન અરણ્યમાં લઈ ગયા. ત્યાં તે બને ત્રણ દિવસ સુધી ભટકયા. તેટલામાં પાછળ આવતું તેમનું સૈન્ય તેમને મળ્યું. તેમની સાથે ચોથે દિવસે તે બને ભૂખ્યા તરસ્યા પોતાને ઘેર આવ્યા. સુધાથી પીડા પામેલા રાજાએ તત્કાળ રસોઇયાને બોલાવી તેની પાસે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સર્વ પ્રકારની રસોઈ શીધ્રપણે તૈયાર કરાવી. કહ્યું છે કે-- " “ત્રિવિધતિતમન્ન નાંઢ સુશર્ષ, * * जलदलफलपुष्पं पल्लवं पञ्चशाकम् / जलथलनभमेतन्मांसमेनं त्रिधा हि, षटरसजलयुक्तं भोज्यमष्टादशं च // 1 // ત્રણ પ્રકારનું અન્ન, શંગ ઘંટ, સુશિર્ષ, જળથી ઉત્પન્ન થયેલા પત્ર, પુષ્પ ને ફળ, તેમજ પલ્લવ ને પાંચ જાતિના શાક. ઉપરાંત જળચર, સ્થળચર ને ખેચર તિર્યંચોનું માંસ, તેને ષડસ યુક્ત જળ સહિત કરીએ એટલે અઢાર પ્રકારનું ભેજન થાય છે.” 1 આ શબ્દો બરાબર સમજી શકાતા નથી. પણ વનસ્પતિનો આહાર, પકવાન અને રાંધેલ પદાર્થોનો આહાર–તેવા તેને અર્થ હોવો સંભવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust