________________ 330 જો શાંતિનાથ ચરિત્ર. ત્યારપછી નટના નાટકનું દષ્ટાંત મનમાં વિચારતાં રાજાએ પ્રથમ જઘન્ય આહાર ખાધો અને પછી અનુક્રમે મધ્યમ અને ઉ. ત્કૃષ્ટ આહાર કંઠ પર્યત એવી રીતે ખાધ કે જેથી તેના ઉદરમાં વાયુના સંચાર જેટલે પણ અવકાશ રહ્યો નહીં; તેથી રાજાને વિસૂચિકાનો વ્યાધિ થયો. તેની પીડાથી મરણ પામીને તે વ્યંતર થ. (સુબુદ્ધિ મંત્રીએ તે શરીરની સ્થિતિ પ્રમાણે ભેજન કર્યું તેથી તે દુઃખી ન થયે.) આ પ્રમાણે ભેગમાં લુબ્ધ થયેલાને દેષ કથાવડે કહો. હવે ઉપભેગથી નિવૃત્ત નહીં થયેલાને દોષ કહે છે-- નિત્યમંડિતા બ્રાહ્મણીની કથા. 'આજ ભરતક્ષેત્રમાં વર્ધન નામે ગામ છે. તેમાં વંદના અભ્યાસમાં તત્પર અનિદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને સુનંદા નામની ભાર્યા હતી. તે બ્રાહ્મણ ગામના લોકોને અતિ માન્ય હતો, તેથી તેને લોકો પાસેથી ધનની પ્રાપ્તિ થયા કરતી હતી. તેવી પ્રાપ્તિથી અનુક્રમે તે ધનાઢ્ય થયે. એકદા તે બ્રાહ્મણે પિતાની ભાયો માટે સર્વ અંગના ઉત્તમ આભરણે કરાવ્યાં. ત્યારથી તે સર્વ અલંકારોને તેણે નિરંતર પિતાના શરીર પર ધારણ કરવા લાગી. કદાપિ પણ શરીર પરથી તે ઘરેણા ઉતારતી નહોતી; તેથી ભર્તા તેને કહ્યું કે––“હે પ્રિયા ! આ અલંકારો તારે પર્વને દિવસે પહેરવા અને બીજા દિવસેમાં ગુપ્ત રાખી મૂકવા, કેમકે આપણું ઘર ગામને છેડે હોવાથી જે કદાચ ચારની ધાડ પડશે તો આ અલંકારજ તારા શરીરનું અનર્થ કરનાર થઈ પડશે.” તે સાંભળીને તે બોલી કે “જે આ ઘરેણું શરીર પર પહેરવાનાં ન હોય તો તે શા માટે કરાવ્યાં? માટે એનો ઉપયોગ કરાય તેજ સારૂં. જ્યારે ચારની ધાડ પડશે ત્યારે હું પોતે જ શીધ્રપણે શરીર પરથી ઉતારી નાંખીશ. " તે સાંભળી તે બ્રાહ્મણ મુંગે રહ્યો. એકદા તે ગામમાં પ્રચંડ જિલ્લાની ધાડ પડી, અને દેવગે તે બ્રાહ્મણના ઘરમાં પેઠી. તે વખતે ભિલ્લોએ તે બ્રાહ્મણની ભાન અલંકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust