________________ લઇ પ્રસ્તાવ 31 વાળી છે, તેથી તેઓએ તેને પકડી. તેણીનું શરીર પુષ્ટ હોવાથી તે અલંકાર તેના શરીર પરથી ઉતર્યા નહીં, ત્યારે તે ભિલ્લો નિર્દયપણાને લીધે તેણીના હાથપગ વિગેરે અવયયે કાપી સર્વ અલંકારો ગ્રહણ કરીને પોતાને સ્થાને ચાલ્યા ગયા. તે બ્રાહ્મણી આપાનવડે મરણ પામી નરકે ગઈ. આ ઈતિ ભેગો પગ ઉપર થા.' ફરીથી શ્રી શાંતિનાથ ભગવાને ચકાયુધ રાજાને કહ્યું કે-“હે સજા! ત્રીજું અનર્થ દંડ ત્યાગ નામનું ગુણવ્રત કહું છું. તેના ચાર ભેદ છે.-જે એક મુહર્ત ઉપરાંત અપધ્યાન કરાય તે પહેલો ભેદ, જે પ્રમાદનું આચરણ કરાય તે બીજે ભેદ, જે હિંસાના ઉપગરણો બીજાને આપવા તે ત્રીજો ભેદ અને જે બીજાને પાપકાર્ય કરવાને ઉપદેશ આપવો તે ચોથે ભેદ. આ વ્રત ઉપર સમૃદ્ધદરની કથા છે તે આ પ્રમાણે— અનર્થદંડ ઉપર સમૃદ્ધદત્તની કથા. _ ધાતકીખંડના ભરતક્ષેત્રમાં રેપુર નામનું નગર છે. તેમાં રિમર્દન નામનો રાજા હતા. તે નગરમાં સમૃદ્ધદત્ત નામને કણબી રહેતો હતો. તે એકદા મધ્ય રાત્રીએ જાગૃત થઈ મનમાં વિ ચાર કરવા લાગ્યું કે-“જે મને લક્ષ્મી પ્રાપ્ત થાય તો હું રાજા થાઉં અને પછી છ ખંડ ભારતક્ષેત્રને સાધું. પછી વેતાઢય પર્વતાર રહેનારા વિદ્યાધરો મને આકાશગામી વિદ્યા આપશે. તે વિદ્યાના બળથી હું આકાશમાગે ઉડીશ.” એમ વિચારી તે સમૃદ્ધદત્ત શધ્યામાંથી આકાશ તરફ કુદકો માર્યો, અને તે નીચે પૃથ્વી પર પડયો: જેથી શરીરે અત્યંત પીડા પાપે. તેની બુમ સાંભળી ઘરના મનુષ્યએ ભેગા થઈ તેને ફરીથી શય્યામાં નાંખ્યો. કેટલેક કાળે મેટી મહેનતે તેના શરીરની પીડા શાંત થઈ અને તે સ્વસ્થ . શરીરવાળો થયો. (1) એકદા તેણે ઘણું દ્રવ્ય આપી ઉત્તમ સર્વ જન સમક્ષ ખરીદ કર્યું. તે ખર્ક કઈ વખત રાત્રે પ્રમાદથી ઘરના આંગણામાં જ રહી ગયું, અને તે ઘરની અંદર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust