________________ . મક પ્રસ્તાવ, 327 ઉપાર્જન કરી આવી મારા મનોરથો પૂર્ણ કરું.” આ પ્રમાણે વિચારી ભાતું વિગેરે લઈ તે ઉત્તરાપથ તરફ ચાલ્યા. અનુક્રમે લમીશાએક નામના નગરમાં ગયો. તે નગરમાં પ્રવેશ કરી તેણે વ્યાપાર કરવા માંડ્યો. તેમાં પણ તેને તેના નશીબ પ્રમાણે જ લાભ પ્રાપ્ત થયા. ત્યાંથી અન્ય અન્ય નગરમાં તે ધનની આશાથી ભમ્યા. પરંતુ કોઈ પણ ઠેકાણે ભાગ્યથી અધિક તે પાપે નહીં. તે છતાં તે મનમાં વિચાર કરતો નહોતો કે– . . * " भाग्याधिकं नैव नराधिपोऽपि, ददाति वित्तं चिरसेवकेभ्यः। निरन्तरं वर्णित वारिधार-स्तथापि पत्रत्रितयं पलाशे॥१॥" “રાજા પિતાના ચિરકાળનાં સેવકને પણ તેના ભાગ્ય કરતાં અધિક ધન આપી શકતો નથી. વર્ષા ઋતુમાં નિરંતર જળધારા વરસે છે તે પણ પલાશ વૃક્ષની ડાળીને ત્રણજ પાંદડાં આવે છે.” - આવા વિચાર કર્યા વિના ભાગ્ય કરતાં અધિક ફળની ઈચ્છાથી ત બીજા કોઈ નગરમાં ગયા. ત્યાં કેટલાક વાણિયાઓને જોઈને તેણે પૂછ્યું કે-“હે વેપારીઓ! તમે કયા દેશથી આવો છો?”તેઓ બોલ્યા કેન્દ્ર અને વ્યાપાર કરવા ચિલાત દેશમાં ગયા હતા. ત્યાંથી ઘણું ધન ઉપાર્જન કરીને અહીં આવ્યા છીએ.” તે સાંભળી તે સ્વ. ય ભૂદેવ ઘણું કરી આણું લઈ ભાતું વિગેરે તૈયાર કરી ઘણું સાથ . સહિત તે દેશ તરફ ચાલ્યો. અનુક્રમે ચાલતાં મહાતત વાલુકાવાળા માગને ઓળંગી અને અતિ શીતળ હિમમાગને પણ ઓળંગી અતિ વિષમ પર્વતના માર્ગમાં આવ્યો. “લેભથી પરાભવ પામેલા મનુષ્ય શું શું ન કરે?” ત્યારપછી તે ચિંલાત દેશની સમીપે પહાં એ. તેટલામાં ત્યાંના મ્લેચ્છ રાજાને બીજા રાજાઓ સાથે વિરોધ હતા તે શત્રુરાજાનું સૈન્ય તેને મળ્યું. તે શત્રુરાજાએ “આ ચિલાત દેશમાં જાય છે " એમ જાણી સર્વ સાર્થને લુંટી લઈ તને પોતાના નગર તરફ પાછો વાળે; પરંતુ સ્વયંભૂદેવ કોઈ પણ પ્રકારે તેમની દૃષ્ટિને છેતરી ગુપ્ત રીતે ચિલાત દેશમાં ગયા. ત્યાં ભિલના છોકરાઓએ તેને પકડી તેના આખા શરીરે રૂધિર ચોપડયું. પછી તે દુહોએ તેને અટવીમાં મૂકેત્યાં તેને મડદું ધારી તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust