________________ જ પ્રસ્તાવ : 1 325 અને ભવ્ય પ્રાણીઓના વાંછિતને આપનારી ધર્મદેશના આપી. તે સાંભળ્યા પછી અવસર જોઈ તુલસે ગુરૂને પૂછ્યું કે—“ હે ભગવાન! મેં કષ્ટથી લક્ષ્મી મેળવી, છતાં તે ચાલી ગઈ, તેનું શુ કારણ? તે કૃપા કરીને કહે.” એટલે ચાર જ્ઞાનને ધારણ કરનાર ગુરૂ બોલ્યા કે –“હે ભદ્ર ! વારંવાર તને લક્ષમી પ્રાપ્ત થયા છતાં જતી રહી તેનું કારણ સાંભળ— * તામ્રાકર નામના ગામમાં તુ તારાચંદ્ર નામે કણબી હતે. પ્રથમ તે દાન દેવામાં ઘણે શ્રદ્ધાળ હતાં. વાચકોને તથા સાધુઓને દાન દેતે હતે. અનુકમે તે શ્રાવક થયે. એકદા તેણે પોતાના મનમાં વિચાર્યું કે–“મેં ઘણું દાન આપ્યું. હમણું તે સમય નથી, માટે હવે હું સાધુને દાન નહીં આપું. તેમને દેવાથી શે ગુણ થાય તેમ છે? યાચકોનેજ દાન આપવું સારું છે, કારણ કે તેમને દાન દેવાથી લેકમાં સર્વત્ર પ્રસિદ્ધિ, પ્રશંસા વિગેરે થાય છે. પણ સાધુ આને આપવાથી શું ફળ? તે સાધુઓ તો કોઈની પાસે પ્રશંસાદિક પણ કરતા નથી.” આ પ્રમાણેના અભિપ્રાયથી તે તારાચંદ્ર વચ્ચે વચ્ચે અવિવેકને લીધે દ્રઢ અંતરાય કર્મ બાંધ્યું. ફરી એકદા સાધુઓને જોઈ તેને અત્યંત દાન દેવાની શ્રદ્ધા થઈને દાન દીધું... વળી હે વત્સ ! તેં તે ભવથી પણ પૂર્વના ભવમાં કાંઈક દેવદ્રવ્યનો નાશ કર્યો હતો ત્યારપછી ઘણો સંસાર ભમીને તું કણબી થયે હતા, તે ભવમાં તે અનેક પ્રકારે દાન આપ્યું હતું, પણ પાછુ દુર્બુદ્ધિથી ખંડિત કર્યું હતું. છેવટ તે તારાચંદ્ર સમાધિપૂર્વક મરણ પામી ધર્મ દેવલોકમાં દેવ થઈ ત્યાંથી આયુષ્યના ક્ષયે એવી હે તુલસ ! તું આ ભવે શ્રેષ્ઠીપુત્ર થયું છે. પૂર્વ ભવના કારણથી લક્ષમી તારી પાસે ટકી શકતી નથી માટે તે શ્રેષ્ઠીપુત્ર! વિવેકી પ્રાણીઓએ મનની શુદ્ધિપૂર્વક દાન દેવું અને પછી તેમાં દૂષણ ન લગાડવું. બીજું પણ સમસ્ત ધર્મકાર્યમાં શ્રદ્ધાપૂર્વક કરવું. શ્રદ્ધાપૂર્વક કરેલું ધર્મકાર્ય સફળ થાય છે.” - આ પ્રમાણે ગુરૂના મુખથી પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ, સાંભળી પ્રતિબધ પામેલા સુલસે રાજાને કહ્યું કે –“હે રાજન ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust