________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. મને આશા આપે. હું દિક્ષા ગ્રહણ કરીશ.” રાજા બેલ્યા કે— હું પણ પ્રતિબોધ પામ્યો છું, તેથી આપણે સાથેજ દીક્ષા ગ્રહણ કરશું.” એમ કહી પોતાને ઘેર જઈ રાજાએ પોતાના પુત્રને રાજ્યપર સ્થાપન કર્યો. ત્યારપછી રાજા અને સુલસ ઉત્તમ ભાવના વડે પોતાના આત્માને ધન્ય માનતા ગુરૂની પાસે આવ્યા અને તે બંનેએ ચારિત્ર ગ્રહણ કર્યું. સંયમને અંગીકાર કર્યા પછી તેમણે ઉગ્ર તપ કર્યો. અનુક્રમે સુલસ સર્વ કર્મને ક્ષય કરી તેજ ભવમાં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયો અને રાજા અતિચાર રહિત સંયમનું પ્રતિપાલન કરી સ્વર્ગે ગયે.” આ પ્રમાણે પાંચમા અણુવ્રત ઉપર ભગવાન શ્રી શાંતિનાથે ચકાયુધ રાજા પાસે સુલસની કથા કહી. . . ઈતિ પરિગ્રહ સુલસ કથા. - ફરીથી સ્વામી બેલ્યા કે –“હે રાજન ! મેં તારી પાસે પાંચે અણુવ્રતો કહ્યાં. હવે દિગ પરિમાણવ્રત, ભેગે પગ પરિમાણ વ્રત, અને અનર્થદંડ ત્યાગ વ્રત એ ત્રણ ગુણવ્રત કહું છું તે સાંભળ. પૂર્વાદિ ચારે દિશામાં, ઉર્વ તથા અદિશામાં ગમન કરવાનું પરિણામ કરવું તે દિવ્રત નામનું પહેલું ગુણવ્રત કહેવાય છે. દિક્ષાઓનું પ્રમાણ ન કરવાથી જીવ અનેક પ્રકારનાં દુ: પામે છે. સ્વયંભૂદેવ નામના વણિકે તે પ્રમાણે કર્યું નહોતું તેથી તે બ્લેક દેશમાં જઈ ઘણું દુ:ખ પામ્યા હતા.” તે સાંભળી ચકાયુધ રાજાએ કહ્યું કે–“હે સ્વામી ! તેનું સ્વરૂપ કહે.” ત્યારે પ્રભુ બોલ્યા કે - - દિગપરિમાણ વ્રત ઉપર સ્વયંભૂદેવ કથા. આજ ભરતક્ષેત્રમાં ગંગાતટ નામનું નગર છે. ત્યાં ? સુરંત નામે રાજા હતા. તે રાજા પિતાના સ્થાનમાં જ રહ્યો તો સર્વત્ર દૂતને મોકલી સમગ્ર દેશોના વૃત્તાંતને જાણતો હતો. તે. નગરમાં સ્વયંભૂદેવ નામનો એક કણબી રહેતા હતા. તે ખેતીનું કામ કરતા હતા, પરંતુ તે સંતોષ રહિત હતો. એકદા પાછલી રાત્રીએ જાગેલા તેણે વિચાર કર્યો કે–“ અહીં રહેવાથી મને બરાબર લાભ મળતું નથી, તેથી ક્યાંઈક દેશાંતર જઈ ઘણું લક્ષ્મી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust