________________ પ્રસ્તાવ. 319 માં ચારિત્ર લેવા તૈયાર થાય છે તેટલામાં કુવાની મધ્યે રહેલા જિનખર શ્રાવકે તેને કહ્યું કે “હે ભદ્ર ! ચારિત્ર લેવા માટે ઉતાવળે ન થા. આ કુવામાંથી નીકળવાને એક ઉપાય છે તે તું સાંભળકોઈ એક મોટી ગોધા ( ઘો ) કેઈ પણ માગે થઈને અહીં કુવામાં રસ પીવા માટે કોઈ કોઈ વાર આવે છે. જ્યારે તે રસ પીને પાછી વળે ત્યારે તેના પુંછડાને ગાઢ રીતે વળગી તું પણ બહાર નીકળજે. મારા પ્રાણ હમણાં જ જવાના છે તેથી મને આરાધના કરાવ.” આ પ્રમાણે તેના કહેવાથી જિનશાસનના તત્ત્વને જાણનાર સુલશે તને અંત સમય જાણી તેને ઉત્તમ આરાધના કરાવી, નિયામણા કરાવી, ચાર શરણ કહી સંભળાવ્યા, અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુ જેમાં મુખ્ય છે એવા પાંચ પદેનું વિવરણ કરી તેને સ્મરણ કરાવ્યું, પુણ્યની અનુમોદના તથા પાપની નિદા કરાવી, અને ચોરાશી લાખ જીવયોનિના જીવોને મિથ્યાદુષ્કૃત અપાવ્યું. આ પ્રમાણે વિસ્તારથી આગમમાં કહેલી આરાધના સુલસે કરાવી, તે જિનશેખર શ્રાવકે પોતાના ચિત્તમાં અંગીકાર કરી. ત્યારપછી અનશન ગ્રહણ કરી ચિત્તમાં નવકાર મંત્રના સ્મરણ પૂર્વક શુભ ધ્યાનવડે મરી તે શ્રેષ્ઠ શ્રાવક આઠમા દેવલોકમાં દેવ થયા. તે વખતે ગાઢ અંધકારને લીધે દેખતા નહીં છતાં પણ હુંકાર નહીં આપવાથી તેનું મરણ જાણી સુલસ શોકાતુર થઈ ગાઢ સ્વરે રૂદન કરવા લાગ્યો કે–“ હા! જિનશેખર શ્રાદ્ધ! હા ! ધર્મબંધુ ! હા ! ધર્મગુણના સ્થાન ! મને દુ:ખી મૂકીને તું કયાં ગયે ? આરાધનારૂપી દેરડાવડે તું સંસારપમાંથી બહાર નીકળીને સ્વર્ગમાં ગયો છે, અને હું તો રસકૂપમાંજ રહ્યો રહ્યો આ પ્રમાણે વિચાર કે કર્યા કરૂં છું.” આ પ્રમાણે તે વિલાપ કરી રહ્યો હતો, તેટલામાં એક ગોધા ત્યાં આવી, રસનું પાન કરી પાછી વળી કે તરતજ સુલસ તેના ઉં છડે દઢ રીતે વળગી ગયો. પછી મહાકટે કોઈ ઠેકાણે સુઈને, કોઈ ઠેકાણે બેસીને, કોઈ ઠેકાણે શરીર સંકોચીને અને કોઈ ઠેકાણે શરીર ઘસાવા દઈને ગોધાને પુંછડે વળગેલો તે બહાર નીકળ્યો. બહાર નીકળ્યો એટલે સૂર્યનો પ્રકાશ અને ગિરિ ગુફા વિગેરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust