________________ 318 શ્રી શાંતિનાથ ચરિત્ર કેણ છે અને આ કુવામાં શી રીતે આવ્યો છે તે સર્વ કહે.” ત્યારે તે બોલ્યો કે-“હે બંધુ ! મારૂં વૃત્તાંત સાંભળ. હું વિશાલા નગરીને રહીશ જિનશેખર નામને વણિક છું. વ્યાપારને માટે વહાણમાં ચઢીને હે સમુદ્રમાં ચાલ્યો. માર્ગમાં વહાણ ભાંગી ગયું. મહા કષ્ટ એક પાટિયું પામી સમુદ્ર ઉતર્યો અને જીવતો રહ્યો, ત્યારપછી અટવીમાં ભમતા મને કોઈ પરિવ્રાજકે છેતરીને રસના લોભથી આ કુવામાં નાંખે, એટલે કે જ્યારે હું તુંબડું ભરીને કુવાને કાંઠે ગમે ત્યારે તે યોગીએ મારી પાસેથી તુંબડું લઈ મને આ કુવામાં નાખી દીધું. હું માનું છું કે તને પણ તેજ ગીએ અહીં ઉતાર્યો હશે, તે યેગી અતિ દુષ્ટ છે. તેના પર વિશ્વાસ કરીશ નહીં. હે સુશ્રાવક ! તું પણ મારી પાસે તારું નામ વિગેરે કહે.” ત્યારે સુલસે તેને પોતાનો વૃત્તાંત કહ્યો, પછી તે સાધર્મિકે તે બને તુંબડી રસવડે ભરીને સુલસને આપ્યાં. ત્યારપછી તે સુલસે મંચિકાની નીચે બન્ને તુંબડા બાંધી દેરડું હલાવ્યું. ત્યારે પરિવ્રાજકે તેને કુવાના કાંઠા સુધી ઉંચે ખેંચીને કહ્યું કે –“હે ભદ્ર! પ્રથમ તું મને બને તું બડા આપ. પછી તેને બહાર કાઢું. " સુલસ બોલ્યા કે –“બન્ને તું બડા મજબૂત રીતે મંચિકાની નીચે બાંધેલા છે.” તે સાંભળી ભેગીએ ફરીથી તુંબડાં માગ્યા; પરંતુ તેણે આપ્યાં નહીં, ત્યારે તેણે તુંબડાં સહિત સુલસને કુવામાં નાંખી દીધો, અને પોતે ત્યાંથી અન્યત્ર જતો રહ્યો. સુલસ શુભ કર્મના ચેગથી કુવાની મેખળા ઉપર પડ્ય; પણ રસમાં પડ્યો નહીં. ત્યાં તે સુલસ ઉંચે સ્વરે નવકાર મંત્ર બોલવા લાગ્યો. કહ્યું છે કે " આ શ્રેષ્ઠ નવકાર મંત્ર મંગળનું સ્થાન છે, ભયનો નાશ કરે છે, સકળ સંઘને સુખ ઉત્પન્ન કરે છે, તથા તેનું ચિંતવન માત્ર કરવાથી પણ તે સુખ આપે છે.” ત્યારપછી અત્યંત દુઃખી થયેલો તે પોતાના આત્માને પોતે જ બોધ આપવા લાગ્યો કે –“હે જીવ ! જે તેં પરિગ્રહની વિરતિ | કરી હોત તો તને આવું કષ્ટ થાત નહીં. હે પ્રાણું ! હજી પણ તું પિતાનીજ સાક્ષીએ સંયમ લઈ અનશન ગ્રહણ કર. તેમ કરવાથી શીધ્ર તારે સંસારથી વિસ્તાર થશે.” આ પ્રમાણે કહી તે જેટલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust