________________ 322 માં શાંતિનાથ ચરિત્ર. દેવ બોલ્યો કે–“હે સુલસ શ્રાવક ! હું તને વાંદું છું. જિનશાસનમાં નિપુણ થઈને તે શું આ વિરૂદ્ધ કર્મ આરંહ્યું? તું મને ઓળખે છે? હું તારા મિત્ર જિનશેખર છું, તેં મને કુવામાં નિયા મણ કરી હતી, તે હું તારી કરાવેલી આરાધનાના પ્રભાવથી સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં ઈંદ્રને સામાનિક દેવ થયા છું; તેથી તું જ મારો ગુરૂ છે.” તે સાંભળી સુલસ પણ જિન શેખરને દેવ થયો જાણી તેને જોઈ તત્કાળ ઉભું થઈ બોલ્યો કે-“હે ધર્મબંધુ ! હું પણ તને વાંદું છું.” એમ કહી તેને સ્વાગતાદિક પૂછયું. પછી દેવ કે–“હે ભદ્ર! હું તારું શું વાંછિત કરું? તે કહે.. ત્યારે સુલસ બે કે–“તમારું દર્શન મને થયું તેજ મને અત્યંત પ્રિય થયું છે તે પણ હું તમને પૂછું છું કે હજુ મારે ગાઢ અંતરાય કર્મ ક્ષીણ થયું છે કે નહીં ? જે ક્ષીણ થયું હોય તે હું દીક્ષા ગ્રહણ કરું.” દેવે કહ્યું કે –“હે ભદ્ર! પૂર્વ ભવમાં તે થોડે દેવદ્રવ્યનો વિનાશ કર્યો હતો, તે કર્મ અહીં ઉદયમાં આવ્યું છે, તે પણ તે પ્રાયે ક્ષીણ થયું છે, પરંતુ સમગ્રપણે ક્ષીણ થયું નથી. તેથી હજુ તું દીક્ષાને લાયક થયો નથી.” એમ કહી તે દેવે પ્રીતિથી તેને બહુમૂલ્યવાળે સુવર્ણ સમૂહ તથા ઉત્તમ વસ્ત્ર વિગેરે ઘણું આપ્યું. પછી સુલસે કહ્યું કે “હે દેવ ! તમે મને શુધન સહિત મારે સ્થાને પહોંચાડે, કે જેથી મારી પ્રસિદ્ધિ થાય.” તે સાંભળી દેવ પણ તે જ પ્રમાણે કરી પિતાને સ્થાને ગયો. રાજાએ સુલસનું આગમન જાણું મહત્સવપૂર્વક તેને નગર પ્રવેશ કરાવ્યું. સુલસે પણ રાજા પાસે ભેટ મૂકી તેની ભક્તિ કરી. પછી સુલસની કુલીન પત્નીએ તેનું આગમન થવાથી મટે વધપન ઉત્સવ કર્યો, અને હર્ષથી ભર્તારનો સત્કાર કર્યો. કામ પતાકા વેશ્યા કે જે તેજ નગરમાં હતી તે સુલસના ગયા પછી તેણે બાંધી શ્વેત વસ્ત્ર પહેરી અન્ય પુરૂષનો ત્યાગ કરી શુદ્ધ શીળ પાળવામાં તત્પર થઈ તુલસનું જ ધ્યાન ધરતી રહી હતી, તે પણ નેહવાળી સુલસની બીજી પ્રિયા થઈ. સુલસ તે બને પ્રિયાએ સાથે ભેગે ભેગવવા લાગ્યા. * . . . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust