________________ 314 : - શ્રી શાંતિનાથ ચરિત્ર . વશે તેનાવડે આ રત્નના સ્વામીના પુણ્યાર્થે હું ચિત્ય કરાવીશ.” એમ વિચારી તે રત્ન ગ્રહણ કરી તે ત્યાંથી ચાલ્યા. અનુક્રમે સમુદ્રને કાંઠે વેલાકૂલ નામના નગરમાં તે પહોંચે. તે નગર લમીવળું જોઈ તેમાં પ્રવેશ કરી એક શ્રીસાર નામના શ્રેષ્ઠીને ઘેર તે ગયે. તે શ્રેષ્ઠીએ પણ તેનો ભોજનાદિકથી સત્કાર કર્યો. પછી ત્યાં બે કરડવડે બે રને વેચી તેના કરિયાણાં લઈ ગાડાં ભરી મોટા સાર્થ સહિત તે પિતાના દેશ તરફ ચાલ્યો. માર્ગમાં મેટું અરણ્ય આવ્યું તેમાં મધ્યાન્હ સમયે એક ઠેકાણે સાર્થને પડાવ નાંખ્યા. સર્વ સાજન રાંધવા વિગેરે કાર્યમાં પ્રવર્તી, તેટલામાં અકસ્માત કેઈ ઠેકાણેથી ભિલ જાતિના ચેરેએ આવી તે સાથે લુંટવા માંડ્યો. તે વખતે પરિવાર સહિત સુલસ તૈયાર થઈ તે ચેરસેના સાથે યુદ્ધ કરવા લાગ્યો. તેમાં ભિલોએ સુલસના સેવકને પરાભવ કર્યો, તેથી તેઓ નાશી ગયા. સલસને જીવતે પકડી તે ભિલેએ દ્રવ્યના લોભથી કઈ વણિક પાસે વેચે. તે વણિકે તેને ભિલો પાસેથી લઈ પારસકૂળથી આવેલા, મનુષ્યના રૂધિરની ઈચ્છાવાળા માણસની પાસે વાંછિત દ્રવ્યવડે વેચે. તે મનુષ્ય માણસોને વેચાતા લઈ પોતાના દેશમાં જઈ તેમના શરીરમાંથી રૂધિર કાઢી તે રૂધિર કુંડમાં નાંખે છે. તેમાં જતુઓ ઉત્પન્ન થાય છે અને તે જંતુઓમાંથી કૃમિરાગ (કિરમજ) થાય છે. તેનાવડે વસ્ત્રો રંગાય છે. તે વાને બાળીએ તો તેની રાખ પણ રાતા વર્ણ વાળી થાય છે. ત્યાં તે સુલ તેવું દુ:ખ સહન કરતો હતો, તેવામાં એકદા.તેનું શરીર રૂધિરથી ખરડાયેલું હતું તેને જોઈ એક ભારંડ પક્ષીએ તેને ઉપાડ્યો અને આકાશમાર્ગો ઉડી તેને રોહણાચળ પર્વત ઉપર એક શિલા પર મૂકો. પછી જેટલામાં તે પક્ષી તેને ખાવા તૈયાર થયે તેટલામાં તેને બીજા ભાખંડ પક્ષીએ જે એટલે તે બન્ને પક્ષીઓ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તેટલામાં તે સુલસ તેના મુખમાંથી પડી ગયે, ત્યાંથી તે ઉઠીને પાસેની એક ગુફામાં પેઠો. પછી તે બન્ને પક્ષીઓ બીજે ઠેકાણે ચાલ્યા ગયા ત્યારે સુલસ ગુફામાંથી બહાર નીકળે. પછી એક પાણીના નિર્ગરણમાં શરીર ધોઈ સહિણી ઔષધિના રસવડે વ્રણને રૂઝવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust