________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. . ગ્રહણ કર્યા પછી શું મન:પર્યવ જ્ઞાન પણ ઉત્પન્ન થયું; તેથી ચાર જ્ઞાનને ધારણ કરતાં સ્વામી પુર, ગામ અને આકર વિગેરેમાં માનપણે વિચરવા લાગ્યા. એ પ્રમાણે આઠ માસના છદ્મ સ્થપર્યાય પાળી પૃથ્વીમંડળપર વિહાર કરી ફરીને જગદગુરૂ હસ્તીનાપુરમાં સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાંજ પધાર્યા અને પત્ર પુષ્પાદિકથી યુકત નંદિવૃક્ષની નીચે કાત્સગે રહ્યા. ત્યાં છઠ્ઠ૫ કરીને શ્રેષ્ઠ શુકલધ્યાનમાં વતતા પ્રભુને પેષ શદિ નવમીને દિવસે ચંદ્ર ભરણે નક્ષત્રમાં રહેલો હતો તે વખતે ચાર ઘાતી કર્મને ક્ષય થવાથી નિર્મળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે આસન કંપથી પ્રભુને કેવળજ્ઞાન થયું જાણી ચારે નિકાયના દેવોએ ત્યાં આવી શ્રીજિનેશ્વરને માટે સુંદર સમવસરણ રચ્યું. પ્રથમ વાયુ વિકુવી એક યોજન પ્રમાણે પૃથ્વી પરથી અશુભ પુદગળે દૂર કર્યા, ત્યારપછી ગંદકની વૃષ્ટિવડે રજની શાંતિ કરી, પછી વ્યંતર દેવોએ મણિરત્નમય ભૂપીઠ ૨યું અને તેની ઉપર જાનુ પ્રમાણ પુષ્પવૃષ્ટિ કરી, તે પર વૈમાનિક દેવોએ પહેલે ( અંદરન) રત્નમય ગઢ કેર્યો, તેના કાંગરા મણિમય કર્યા, પછી જ્યોતિષી દેવોએ રત્નના કાંગરાવાળો બીજે સુવર્ણમય ગઢ કર્યો, ત્યારપછી ત્રીજે સુવર્ણના કાંગરાવાળે રૂમય ગઢ ભવનપતિ દેવોએ કર્યો. દરેક ગઢને તરણ સહિત ચાર ચાર દરવાજા કર્યા. પહેલા ગઢમાં સ્વામીના શરીરથી બાર ગણે ઉંચા અશોક વૃક્ષ કર્યો. તેની ચારે બાજુ ચાર મનોહર સિંહાસને મૂક્યા. તે દરેકની ઉપર ત્રણ ત્રણ છો અને બબે ચામરવિકુળ્યો. આ સર્વ વ્યંતર દેવોએ કર્યું. ત્યારપછી શ્રીજિનેશ્વર તે સમવસરણમાં પૂર્વના દ્વારે પ્રવેશ કરી તીર્થને નમસ્કાર કરી પ્રસન્ન મુખે પૂર્વ દિશાના સિંહાસન ઉપર પૂર્વ તરફ મુખ રાખીને બેઠા; એટલે બાકીના ત્રણ સિંહાસન ઉપર પ્રભુનાં ત્રણ બિંબ દેવોએ વિમુચ્ચું. પ્રભુની પાછળ ભામંડળ 1 અઠ્ઠ કર્તાએ કેટલેક કાળે એમ લખ્યું છે પણ તે ભૂલ જણાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust