________________ ષષ્ઠ પ્રસ્તાવ. 297 કુમારે મિત્રની સન્મુખ જોયું, ત્યારે તેણે પોતાનાં વસ્ત્રમાંથી કાઢીને તે ઘુઘરીની સેર તેણીના હાથમાં આપી. તે જોઈ ભયભીત થયેલી તે બોલી કે -" આ તે મારી સેર છે, તે તમારી પાસે ક્યાંથી આવી ?" ત્યારે કુમાર બોલ્યો કે–“હે પ્રિયા ! તારી આ ઘુઘરીની સેર કયાં પડી હતી તે યાદ કર.” તે બોલી–“હે સ્વામી ! તેનું સ્થાન મને યાદ નથી. " કુમારે કહ્યું–“હે પ્રિયા ! આ મારો મિત્ર મહા નિમિત્તજ્ઞ છે. નિમિત્તના બળથી સર્વ જાણી શકે છે, તેથી તે તને ઘુઘરીની સેર જે ઠેકાણે પડી ગઈ હશે તે સ્થાન કહી આપશે.” તે સાંભળી તેણીએ તેની પાસે પ્રશ્ન કર્યો. ત્યારે તે બોલ્યો કેન્દ્ર શાસ્ત્રમાં જઈને કહીશ.” ત્યારપછી ગુણધર્મકુમાર ક્ષણવાર વિનોદની વાતો કરી મિત્ર સહિત ઉઠીને પિતાને ઘેર ગયે. ત્યારપછી બીજે દિવસે રાત્રિને સમયે જ્યારે કનકવતી વિમાનપર આરૂઢ થઈ તે સ્થાને જવા લાગી ત્યારે કુમાર પણ કૈાતુકથી અદશ્ય રૂપે તેની સાથે ત્યાં ગયો. તે વખતે પણ વિદ્યાધરપતિના હુકમથી કનકવતીએ નૃત્ય પ્રારંવ્યું. તે વખતે અદશ્ય રૂપે રહેલા કુમારે કોઈપણ ઉપાયથી તેણીના પગનું એક નપુર કાઢી લીધું, તેની તેણીને ખબર રહી નહીં. નૃત્ય પૂર્ણ થઈ રહ્યા પછી તેણુએ ઘણી શોધ કરી, પણ તે હાથ લાગ્યું નહીં. ત્યાર પછી તે પોતાને ઘેર આવી. કુમાર પણ તેની સાથે આવ્યા. પછી પ્રાત:કાળ થયો ત્યારે તે નૂપુર મિત્રના હાથમાં આપી ગુણધર્મકુમાર તેને સાથે લઈ પ્રિયાને ઘેર ગયે. તેણીએ ઉભા થઈ આસન આપ્યું. તેના પર કુમાર બેઠે. ક્ષણવાર તેણીએ કુમારની સાથે શાસ્ત્રની ગોષ્ટી કરી. પછી મતિસાગરને પૂછયું કે –“હે ભદ્ર ! તમને જે કાલે પ્રશ્ન પૂછો હતો તેનો જવાબ આપો.” ત્યારે તે બોલ્યો કે– “હે ભદ્રે ! હું નિમિત્તના બળથી જાણું છું કે તમારું બીજું પણ કાંઈક ભૂષણ ખોવાયું છે.” તે સાંભળી મનમાં શંકા પામીને તે બોલી કે –“હે નિમિત્તજ્ઞ! તે ક્યું ભૂષણ ગયું છે? તે જો જાણતા હે તે કહો.” ત્યારે કુમાર બોલ્યો કે–“હે પ્રિયા ! શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust